________________
શ્રી ભગવતી સૂત્ર–૧
શૂન્યકાળ તિર્યંચ ગતિમાં હોતો નથી, શેષ ત્રણ ગતિમાં હોય છે. અશૂન્ય અને મિશ્રકાળ ચારે ગતિમાં હોય છે.
પર
અલ્પબદ્ભુત્વ ઃ- (૧) સર્વથી અલ્પ અશુન્યકાલ છે. જન્મ મરણનો વિરહ અર્થાતુ અન્ય ગતિમાંથી ગમનાગમનનો અભાવ અલ્પ સમયપર્યંત જ રહેવાથી. (૨) તેથી મિશ્રકાલ અનંતગુણો છે. (૩) તેથી શૂન્યકાલ અનંતગુણો છે. કારણ કે નિયત સમયના નિયત જીવોમાંથી કેટલાક જીવો મોક્ષને પ્રાપ્ત કરે છે અને શેષ રહેલા જીવો વનસ્પતિમાં અનંતાનંત કાલ વ્યતીત કરે છે. તેથી તે અનંતગુણો થાય છે.
તિર્યંચગતિમાં શૂન્યકાલ નથી. કારણ કે વનસ્પતિકાયિક જીવો અનંત છે, તે સર્વ જીવો તે સ્થાનમાંથી કદાપિ નીકળતા નથી. તેમજ અન્ય ત્રણ ગતિમાં જીવને દીર્ઘકાલ પર્યંત રહેવાનું હોતું નથી.
અંત ક્રિયા, અસંયતિ ભવ્ય દ્રવ્યદેવ આદિ ૧૪ બોલોનું દેવોત્પાત વર્ણન અને અસંજ્ઞી આયુ સંબંધી વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ–૨૦ અનુસાર છે.
⭑
પ્રશ્નોનું સમાધાન મેળવ્યા પછી શિષ્યે ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને વિનમ્રતા પ્રગટ કરતાં એમ કહેવું જોઈએ કે હે ભગવન્ ! જે રીતે આપે ફરમાવ્યું છે તે સત્ય છે, વાસ્તવિક છે, તે મને સમજાઈ ગયું છે.
܀܀܀܀܀