________________
શતક-૧: ઉદ્દેશક-૨
_.
[૫૩]
શતક-૧ : ઉદ્દેશક-ર
દુઃખ
સ્વકૃત દુઃખ અને આયુષ્ય વેદન :| १ रायगिहे णयरे समोसरणं, परिसा णिग्गया जाव एवं वयासी- जीवे णं भते ! सयकड दुक्ख वेएइ ? गोयमा ! अत्थेगइय वेएइ,अत्थेगइय णो वेएइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- अत्थेगइयं वेएइ, अत्थेगइयं णो वेएइ ? गोयमा ! उदिण्णं वेएइ अणुदिण्णं णो वेएइ, से तेणटेणं एवं वुच्चइ- अत्थेगइयं वेएइ, अत्थेगइयं णो वेएइ । एवं चउव्वीसदंडएणं जाव वेमाणिए ।
ભાવાર્થ :- રાજગૃહ નગરમાં ભગવાનનું સમવસરણ થયું. પરિષદ તેમનાં દર્શન, વંદન, ધર્મ શ્રવણાર્થે નીકળી. પરિષદ પાછી ગઈ ત્યાર પછી શ્રી ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બંને હાથ જોડી, પર્યાપાસના કરતાં આ પ્રમાણે કહ્યું–
પ્રશ્ન- હે ભગવન્! શું જીવ સ્વયંકૃત દુઃખ[ક]ને ભોગવે છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક કર્મ ભોગવાય છે, કેટલાક કર્મ ભોગવાતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક કર્મ ભોગવાય છે અને કેટલાક ભોગવાતા નથી?
ઉત્તર- હે ગૌતમ ! જીવ ઉદીર્ણ-ઉદયમાં આવેલા દુઃખ અને દુઃખહેતુક કર્મને ભોગવે છે અને અનુદીર્ણ દુઃખહેતક કર્મને ભોગવતા નથી. તેથી એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક કર્મ ભોગવાય છે અને કેટલાક કર્મ ભોગવાતા નથી.
२ जीवा णं भंते ! सयंकडं दुक्खं वेदेति ? गोयमा ! अत्थेगइयं वेदेति, अत्थेगइयं णो वेदेति ।
से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा! उदिण्णं वेदेति णो अणुदिण्णं वेदेति । से तेणद्वेणं एवं जाव वेमाणिया ।