________________
| શતક–૧ઃ ઉદ્દેશક-૨
[ ૫૧ ]
| શતક-૧ : ઉદ્દેશક-ર) ORછRODર સંક્ષિપ્ત સાર છROCROR
* આ ઉદ્દેશકમાં મુખ્યતયા કર્મનો સિદ્ધાંત, ૨૪ દંડકના જીવોમાં સમાહારાદિ ૧૦ પ્રશ્નો, જીવનો સંસાર સંસ્થાનકાલ, અસંયતભવ્યદ્રવ્યદેવાદિની ગતિ અને અસંજ્ઞીનું આયુષ્ય વગેરે વિષયોનું પ્રતિપાદન છે.
* જૈનદર્શનનો મુખ્ય સિદ્ધાંત સ્વકર્ત્તક કર્મફળભોગનો છે અર્થાત્ જે વ્યક્તિ કર્મ બાંધે છે તેનું ફળ તેને જ ભોગવવું પડે છે. તેમાં કોઈ અદશ્ય શક્તિ, દૈવી ચમત્કાર કે ઈશ્વરકૃપા કાંઈ જ કરી શકતા નથી. બાંધેલું કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જ તેનું ફળ ભોગવાય છે. જ્યાં સુધી કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધી તેનું ફળ અનુભવાતું નથી. તે જ રીતે આયુષ્ય કર્મમાં પણ સમજવું. - ૨૪ દંડકના જીવોમાં અને સલેશી જીવોમાં આહાર, શરીર, ઉચ્છવાસ–નિઃશ્વાસ, કર્મ, વર્ણ, લેશ્યા, વેદના, ક્રિયા, આયુષ્ય વગેરે પ્રત્યેક વિષયમાં, પ્રત્યેક જીવોમાં તરતમતા હોય છે.
* જીવના સંસાર પરિભ્રમણકાળને અથવા સંસારમાં રહેવારૂપ કાળને સંસાર સંચિઠ્ઠણ કાલ–સંસાર સંસ્થાનકાલ કહે છે. ચાર ગતિની અપેક્ષાએ તેના ચાર પ્રકાર છે. જીવના અનંતકાલના પરિભ્રમણમાં (૧) સર્વથી અલ્પ મનુષ્યગતિનો કાલ (૨) તેથી નરકગતિનો કાલ અસંખ્યાતગુણો (૩) તેથી દેવગતિનો કાલ અસંખ્યાતગુણો (૪) તેથી તિર્યંચગતિનો કાલ અનંતગુણો છે. * આ સંસારકાળની અન્ય ત્રણ પ્રકારે વિચારણા કરવામાં આવી છે– (૧) શૂન્યકાળ (૨) અશૂન્યકાળ (૩) મિશ્રકાળ. * અશૂન્યકાળ :- જેટલા સમય સુધી નિરંતર તે ગતિમાં એક પણ જીવનું અન્ય ગતિમાંથી ગમનાગમન થાય નહીં તે ગતિના જીવોની સંખ્યા નિયત જ રહે તે કાળને અશૂન્યકાળ કહેવાય છે. * શૂન્યકાળઃ- કોઈ નિયત સમયે અમુક નિયત જીવો જે ગતિમાં છે તે સર્વ જીવો ત્યાંથી નીકળી જાય અને જ્યાં સુધી તે ગતિમાં તેમાંનો એક પણ જીવ પાછો ન આવે, તે કાળને શુન્યકાળ કહે છે.
આ મિશ્રકાલ :- કોઈ ચોક્કસ સમયે અમુક નિયત જીવો જે ગતિમાં છે, તેમાંથી કેટલાક જીવો તે ગતિમાંથી નીકળે, કેટલાય નવા આવે. નિયત જીવોમાંથી એક જીવ પણ શેષ રહે અને અન્ય જીવોનું ગમનાગમન ચાલુ હોય, તેને મિશ્રકાલ કહે છે અથવા જે કાલ શૂન્ય પણ નથી, અશૂન્ય પણ નથી પરંતુ જેનું સ્વતંત્ર મિશ્ર સ્વરૂપ છે તેને મિશ્રકાલ કહે છે.