________________
શ્રી ભગવતી સૂત્ર-૧
સહિતની જે નિર્જરા થાય છે તે સકામનિર્જરા છે. બંનેની દેવગતિમાં અંતર :- સકામનિર્જરા કરનારા કેટલાક જ્ઞાની પુરુષો દેવલોકમાં જાય છે અને અકામનિર્જરા કરનારા કેટલાક અજ્ઞાનીજનો પણ દેવલોકમાં જાય છે. પરંતુ બંનેમાં અંતર છે. અકામનિર્જરા કરનાર વાણવ્યંતરાદિ દેવ થાય છે. જ્યારે સકામનિર્જરા કરનાર સાધક વૈમાનિક દેવોની ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરીને મોક્ષની પણ આરાધના કરી શકે છે.
વામિત :- વનમાં રહેનારા, વનમાં વિચરણ કરનારા વાણવ્યંતર જાતિના ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ આદિ કેટલાક દેવો તિરછા લોકના વન, જંગલ, શૂન્યાગાર આદિમાં ફરતા રહે છે, ક્રીડા કરતા રહે છે અને નિવાસ પણ કરે છે. તે દષ્ટિકોણથી તે દેવોને વાણવ્યંતર કહેવાય છે.
તે વાણવ્યંતર દેવોનો જન્મ તો યથાસ્થાને દેવ શયામાં જ થાય છે. પછી તે કુતૂહલવશ મનુષ્ય લોકમાં ઉક્ત પ્રવૃત્તિઓ કરે છે. સેવં અંતે ! સેવં બંને :- પ્રસ્તુત ઉદ્દેશકના પ્રારંભમાં શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછતાં પહેલાં વંદનાદિ વિનય પ્રદર્શિત કર્યો છે. તેમજ ઉત્તર શ્રવણ પશ્ચાત્ આ અંતિમ સૂત્રથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પ્રતિ કૃતજ્ઞતા, વિનય અને બહુમાન પ્રદર્શિત કરતાં કહ્યું છે કે હે ભગવન્! આપનું કથન યથાર્થ છે, તથ્ય- સત્ય રૂપ છે. તેને માટે તેવું બને ! તેવું ! આ શાસ્ત્રીય ભાષાના શબ્દો છે. જે દરેક ઉદ્દેશકના અંતે અને ક્યારેક ઉદ્દેશકની વચ્ચે વચ્ચે પણ પ્રયુક્ત થયા છે.
છે શતક ૧/૧ સંપૂર્ણ છે