________________
શતક—૧ ઃ ઉદ્દેશક–૧
re
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે વાણવ્યંતર દેવોના દેવલોક કેવા પ્રકારના હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેમ આ મનુષ્ય લોકમાં અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન, આમ્રવન, તિલક વૃક્ષોનું વન, તુંબડાના વેલાઓનું વન, વટવૃક્ષોનું વન, છત્રૌઘવન, અશન વૃક્ષોનું વન, શણવૃક્ષોનું વન, અલસીના વૃક્ષોનું વન, કુસુંભ વન, સિદ્ધત્ત્વ વન, બંધુજીવક વન; નિત્ય કુસુમિત, મયુરિત પુષ્પ વિશેષથી યુક્ત], લવતિ કૂંપળો યુક્ત, પુષ્પગુચ્છયુક્ત, લતા સમૂહ યુક્ત, પત્રગુયુક્ત, યમલ–સમાન શ્રેણીના વૃધાયુક્ત, યુગલવૃત્તા યુક્ત, ફળ-ફૂલના ભારથી નમેલા, ફળ-ફૂલના ભારથી ઝૂકવાની પ્રારંભિક અવસ્થાયુક્ત, ભિન્ન ભિન્ન લૂંબીઓ અને મંજરીઓ રૂપ મુકુટોને ધારણ કરતા, આવા અનેક વિશેષણ યુક્ત વન શોભાથી અત્યંત ઉપશોભિત થાય છે; તેમ વાણવ્યંતર દેવના દેવલોક સુશોભિત હોય છે. તે દેવલોક જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિવાળા અનેક વાણવ્યંતર દેવો અને તેની દેવીઓથી આકીર્ણવ્યાપ્ત, વ્યાકીર્ણ– વિશેષ વ્યાપ્ત, પરસ્પર આચ્છાદિત, પરસ્પર સંશ્લેષથી આચ્છાદિત, પ્રકાશિત, અત્યંત અવગાઢિત હોય છે. હે ગૌતમ ! વાણવ્યંતર દેવોના દેવલોક આ પ્રકારના પ્રરૂપ્યા છે. પૂર્વોક્ત કારણથી એમ કહેવાય છે કે અસંયત જીવ મરીને કોઈ દેવ થાય છે અને કોઈ જીવ દેવ થતા નથી.
હે ભગવન્ ! આભાવ આ જ પ્રકારે છે. હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે. એમ કહી શ્રી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસંયત જીવોને પ્રાપ્ત થતી દેવગતિ તથા દેવલોકમાં પણ વાણવ્યંતર જાતિના દેવમાં જન્મ, તેનું કારણ એવં વાણવ્યંતર દેવોના આવાસ સ્થાનનું વિસ્તૃત વર્ણન છે.
અસંનવ અવિવ :- મસંવત = અસાધુ અથવા સંયમરહિત, અવિરત = પ્રાણાતિપાત આદિ પાપોથી અવિરત અર્થાત્ વ્રતરહિત તથા તપ આદિના વિષયમાં જે વિશેષ રત નથી તે. અપ્રતિહત્ત પ્રત્યાક્યાત પાપમાં - (૧) જેણે ભૂતકાલીન પાપોની નિંદા, ગાઁ આદિ કરીને પાપને નષ્ટ કર્યા નથી તથા ભવિષ્યકાલીન પાપોના પ્રત્યાખ્યાન[ત્યાગ] કર્યા નથી તે. (૨) જેણે મરણ પહેલા તપ આદિ દ્વારા પાપકર્મનો નાશ ન કર્યો હોય, મૃત્યુ સમયે પણ જેણે આશ્રવ નિરોધ કરીને પાપકર્મના પ્રત્યાખ્યાન ન કર્યા હોય તે. (૩) જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પૂર્વકૃત પાપકર્મનો નાશ ન કર્યો હોય તથા સર્વવિરતિપણુ આદિ અંગીકાર કરીને જ્ઞાનાવરણીય આદિ અશુભ કર્મોનો નિરોધ ન કર્યો હોય તે.
ગામ :- આ શબ્દ અહીં ઈચ્છાના અભાવનો ઘોતક છે. કર્મ નિર્જરાની અભિલાષા વિના જે દૃષ્ટ સહન કરાય, તેનાથી થતી નિર્જરા અકામ નિર્જરા છે. અનિચ્છાએ અથવા ઉદ્દેશ્ય વિના, સુધા, તૃષા આદિ કષ્ટ સહન કરવા તે અકામ નિર્જરા છે. મોક્ષ પ્રાપ્તિની કામનાથી, સ્વેચ્છાપૂર્વક, લક્ષ્યપૂર્વક અને જ્ઞાન