________________
૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧ |
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે સિદ્ધ થાય છે, તેમજ સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! સંવૃત્ત અણગાર આયુષ્યકર્મને છોડી શેષ સાત કર્મ પ્રકૃતિના ગાઢ બંધનને શિથિલ કરે છે, દીર્ઘકાલીન સ્થિતિને અલ્પકાલીન કરે છે, તીવ્ર અનુભાગને મંદ કરે છે, બહુ પ્રદેશને અલ્પપ્રદેશ કરે છે અને આયુષ્યકર્મને બાંધતા નથી, અશાતા વેદનીય કર્મનો વારંવાર ઉપચય કરતા નથી. તે અનાદિ–અનંત દીર્ઘમાર્ગવાળા ચાતુર્ગતિરૂપ સંસાર–અરણ્યનું ઉલ્લંઘન કરી જાય છે. હે ગૌતમ! તેથી સંવત્ત અણગાર પૂર્વોક્ત કારણોથી સિદ્ધ થાય છે તેમજ સર્વ દુઃખોનો અંત કરે છે. તેમ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસંવૃત્ત અને સંવૃત્ત અણગારના સિદ્ધ થવાના અને ન થવાના સંબંધમાં યુક્તિસહિત વિચાર પ્રસ્તુત કર્યો છે. અસંવૃત્ત અણગાર – જે સાધુએ અણગાર થઈને હિંસાદિ આશ્રવદ્ગારોને પૂર્ણ રીતે રોક્યા નથી, બંધ કર્યા નથી તે. સંવૃત્ત અણગાર:- આશ્રવદ્વારોનો પૂર્ણ નિરોધ કરીને, સંવરની સાધના કરનાર મુનિ સંવૃત્ત અણગાર છે. તે છઠ્ઠા- પ્રમત્ત સંયત ગુણસ્થાનથી ચૌદમાં—અયોગી કેવલી ગુણસ્થાન પર્યત હોય છે. સંવૃત્ત અણગારના બે પ્રકાર છે. ચરમ શરીરી અને અચરમશરીરી. જેનો આ અંતિમ ભવ છે, હવે અન્ય ભવ કે શરીર ધારણ કરવાના નથી તે ચરમશરીરી અને જેને અન્ય ભવ કરવાનો છે અને બીજું શરીર ધારણ કરવાનું છે તે અચરમશરીરી છે. પ્રસ્તુત સૂત્રમાં ચરમ શરીરીની અપેક્ષાએ કથન કર્યું છે. અચરમશરીરી પરંપરાએ સિદ્ધ થાય છે. બનેમાં અંતર :- પરંપરાએ તો શુલપાક્ષિક પણ મોક્ષ પ્રાપ્ત કરે જ છે. તેમ છતાં સંવૃત્ત અને અસંવૃત્ત અણગાર એવો જે ભેદ કર્યો છે તેનું રહસ્ય એ છે કે અચરમશરીરી સંવૃત્ત અણગાર તે જ ભવમાં મોક્ષે ન જાય તો પણ સાત-આઠ ભવમાં અવશ્ય મોક્ષમાં જશે. આ રીતે તેની પરંપરાની સીમા સાત-આઠ ભવોની જ છે. અર્ધપુગલ પરાવર્તનની જે પરંપરા અન્યત્ર કહી છે તે વિરાધકની અપેક્ષાએ છે. તેની ચારિત્ર આરાધના જઘન્ય હોય તેમ છતાં પણ અવિરાધક અચરમ શરીરી સંવૃત્ત અણગાર અવશ્ય સાત આઠ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. 'સિફ - તે કૃતકૃત્ય થાય છે. તેનાં સમસ્ત કાર્ય સિદ્ધ-પૂર્ણ થાય છે. ગુફા- તે લોકાલોકના સર્વપદાર્થોના જ્ઞાતા થાય છે, જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે. મુવ- તે સમસ્ત કર્મોથી મુક્ત થાય છે. પfષ્યા- તે સમસ્ત કર્મજનિત વિકારોનો નાશ થવાથી શાંત થઈ જાય છે. સવ્વપુજા - તેના સમસ્ત શારીરિક તથા માનસિક અથવા જન્મ-મરણના દુઃખ નષ્ટ થઈ જાય છે.