________________
[ ૪૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
ઉત્તર- હે ગૌતમ! ચારિત્ર ઈહભવિક છે, પરંતુ પરભવિક અને તદુભયભવિક નથી. આ રીતે તપ અને સંયમના વિષયમાં પણ જાણી લેવું જોઈએ.
વિવેચન :
જૈન દર્શન આસ્તિક દર્શન છે. તે આત્માના પુનર્જન્મનો સ્વીકાર કરે છે. આત્મા જ્યારે પુનર્જન્મ ધારણ કરે છે ત્યારે શું આ ભવમાંથી કાંઈ સાથે લઈને જાય છે કે એકલો આત્મા જ જાય છે? વગેરે અનેક પ્રશ્નોની વિચારણા જૈનદર્શને કરી છે. પ્રસ્તુત સૂત્રોમાં જ્ઞાનાદિ ગુણોને, ચારિત્રાદિ અનુષ્ઠાનોને આત્મા પુનર્જન્મમાં સાથે લઈ જઈ શકે છે કે નહીં? તદ્વિષયક પ્રશ્નોત્તર છે.
જ્ઞાન અને દર્શન ઉપયોગ સ્વરૂપ છે, જીવના ગુણ સ્વરૂપ છે. તે બંને જીવની પ્રત્યેક અવસ્થામાં સાથે જ રહે છે. જ્યારે ચારિત્ર, સંયમ અને તપ આ જીવનપર્યત જ રહે છે. કારણ કે ચારિત્રાદિ યૌગિક પ્રવૃત્તિ છે, તેનું આરાધન શરીરથી થાય છે અને આ શરીર જીવનપર્યત જ આત્માની સાથે રહે છે, પરલોકમાં સાથે જતું નથી. તેથી ચારિત્ર આદિ ઈહભવિક જ છે. સંયમાદિની પ્રતિજ્ઞા જીવનપર્યતની જ ગ્રહણ થાય છે. તે આ જીવન સમાપ્ત થતા પૂર્ણ થાય છે. મોક્ષમાં ચારિત્રનું કોઈ પ્રયોજન નથી. દેવ ગતિમાં સંયમાદિનો સંભવ નથી.
ઉભયભવિકનો સમાવેશ પરભવિકમાં જ થઈ જાય છે. તથાપિ તેને પૃથગ્રહણ કરવાનો આશય એ છે કે જ્ઞાન અને દર્શન પરભવિક છે અને ઉભયભવિક પણ છે અર્થાતુ પરભવથી પછીના ભવમાં– ભવાંતરમાં પણ સાથે જાય છે. અસંવૃત્ત-સંવૃત્ત અણગાર :५३ असंवुडे णं भंते ! अणगारे किं सिज्जइ बुज्झइ मुच्चइ परिणिव्वाइ सव्वदुक्खाणं अंतं करेइ ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંવૃત્ત અણગાર શું સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણને પ્રાપ્ત કરે છે તથા સમસ્ત દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, શક્ય નથી. ५४ से केणटेणं भंते ! जाव णो अंतं करेइ ?
गोयमा ! असंवुडे अणणारे आउयवज्जाओ सत्तकम्मपगडीओ सिढि लबंधण बद्धाओ घणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठिइयाओ दीहकालठिइयाओ पकरेइ, मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, अप्पपए सगाओ बहुप्पएसगाओ पकरेई, आउयं च णं कम्मं सिय बंधइ सिय णो