________________
શતક-૧ : ઉદ્દેશક-૧
૪૩
છે. મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવો, સામાન્ય જીવોની સમાન આત્મારંભી, પરારંભી અને તદુભયારંભી સમાન છે. મનુષ્યમાં જે અપ્રમત્ત સંયત છે તે અનારંભી છે; પ્રમત્ત સંયત પણ શુભ યોગની અપેક્ષાએ અનારંભી છે, અશુભ યોગની અપેક્ષાએ આત્મારંભી, પરારંભી અને ઉભયારંભી છે. જે અસંયત છે તે અવિરતિની અપેક્ષાએ આત્મારંભી, પરારંભી અને ઉભયારંભી છે.
લેશ્યા :– યોગોની ચંચલતાથી સમયે સમયે આત્મામાં ઉત્પન્ન થતાં પરિણામને લેશ્યા કહે છે, તે ભાવ લેશ્યા છે. તેના નિમિત્તે જે લેશ્યાવર્ગણાના પુદ્ગલગ્રહણ કરાય તે દ્રવ્ય લેશ્યા છે.
પ્રમત્ત સંયતમાં લેશ્યા :– ટીકાકારના કથનાનુસાર પ્રમત્ત સંયતમાં ત્રણ અશુભ લેશ્યા નથી પરંતુ આ કથન સંગત પ્રતીત થતું નથી કારણ કે ચારિત્રની પ્રાપ્તિ સમયે અવશ્ય શુભ લેશ્યા અને સાતમું ગુણસ્થાન હોય છે. પરંતુ ત્યાર પછી જીવ છ ગુણસ્થાને આવે છે, ત્યારે છ લેશ્યામાંથી કોઈ પણ લેશ્યા હોય શકે છે. સિદ્ધાંત અનુસાર ચારિત્રમાં છઠ્ઠા ગુણસ્થાનમાં છ લેશ્યા છે. – [ભગવતી સૂત્ર શતક–૮/ર, પ્રજ્ઞાપના સૂત્ર પદ–૧૭/૩]. કૃષ્ણાદિ લેશ્યામાં મનઃપર્યવજ્ઞાનનું કથન છે. મનઃપર્યવજ્ઞાન અપ્રમત્ત સંયતને જ થાય છે. તેથી તેની પ્રાપ્તિ સમયે શુભ લેશ્યા હોય છે. પરંતુ જ્યારે અપ્રમત્તાવસ્થાને છોડીને પ્રમત્તાવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે અશુભ લેશ્યા આવી શકે છે. શ્રી ભદ્રબાહુ રચિત આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે પુર્વ્યપડિવળઓ પુત્ર અળવીર્ ૩ જેસ્સાક્ આ રીતે પ્રમત્ત સંયતમાં છ લેશ્યામાંથી કોઈ પણ
લેશ્યા હોય છે.
ભવની અપેક્ષાએ જ્ઞાનાદિની પ્રરૂપણા :
५१ इहभविए भंते ! णाणे, परभविए णाणे, तदुभयभविए णाणे ?
गोयमा ! इहभविए वि जाणे, परभविए वि जाणे, तदुभयभविए वि णाणे । दंसणं पि एवमेव ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું જ્ઞાન ઈહભવિક છે ? પરભવિક છે ? કે તદુભયભવિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્ઞાન ઈહભવિક પણ છે, પરભવિક પણ છે અને તદુભયભવિક પણ છે. આ રીતે દર્શનના વિષયમાં પણ જાણી લેવું.
५२ इहभविए भंते ! चरित्ते, परभविए चरित्ते, तदुभयभविए चरित्ते ?
गोयमा ! इहभविए चरित्ते, णो परभविए चरित्ते, णो तदुभयभविए चरित्ते । વં તને, સંગમે
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું ચારિત્ર ઈહભવિક છે, પરભવિક છે, કે તદુભયભવિક છે ?