________________
[ ૪૨ ]
|
શ્રી ભગવતી સૂત્ર-૧ से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! अविरई पडुच्च, से तेणटेणं जाव णो अणारंभा, एवं जाव असुकुमारा वि जाव पंचिदियतिरिक्खजोणिया ।
मणुस्सा जहा जीवा, णवरं सिद्ध विरहिया भाणियव्वा । वाणमंतरा जाव वेमाणिया, जहा णेरइया ।
सलेस्सा जहा ओहिया । कण्हलेसस्स णीललेसस्स काउलेसस्स जहा ओहिया जीवा, णवरं पमत्त-अप्पमत्ता ण भाणियव्वा । तेउलेसस्स, पम्हलेसस्स, सुक्कलेसस्स, जहा ओहिया जीवा, णवर सिद्धा य भाणियव्वा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! નૈરયિક જીવ શું આત્મારંભી છે, પરારંભી છે, ઉભયારંભી છે કે અનારંભી છે?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિક જીવ આત્મારંભી છે, પરારંભી છે, ઉભયારંભી છે પરંતુ અમારંભી નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ નૈરયિક જીવ આત્મારંભી, પરારંભી અને ઉભયારંભી છે પરંતુ અમારંભી નથી. અસુરકુમાર દેવોના વિષયમાં નૈરયિકની સમાન જાણવું. આ જ રીતે તિર્યંચ પંચેન્દ્રિય પર્યટના આલાપક જાણવા.
મનુષ્યનું કથન સામાન્ય જીવની સમાન જાણવું. વિશેષતા એ છે કે મનુષ્યોમાં સિદ્ધોનું કથન ન કરવું. સામાન્ય જીવમાં તે કથન છે.]
વાણવ્યંતર દેવોથી વૈમાનિક દેવો પર્યંતના જીવોનું કથન નૈરયિકોની સમાન જાણવું.
સલેશી(લેશ્યાયુક્ત) જીવોના વિષયમાં સામાન્ય ઔિધિક જીવોની જેમ સમજવું. કુષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા યુક્ત જીવોના સંબંધમાં સામાન્ય જીવોની જેમ સર્વ કથન કરવું. વિશેષતા એ છે પ્રમત્ત અને અપ્રમત્તસંયત તેવા બે ભેદ ન કરવા [કારણ કે ત્રણ વેશ્યાવાળા સંયત સર્વ પ્રમત્ત જ હોય છે. અપ્રમત્ત સંયતીમાં ત્રણ અશુભલેશ્યા હોતી નથી.] તેજોવેશ્યા, પાલેશ્યા, શુકલલેશ્યા યુક્ત જીવોનું કથન ઔધિક પ્રમાણે જાણવું. વિશેષતા એ છે કે સિદ્ધના વિષયનું કથન ન કરવું. કારણ કે સિદ્ધોમાં શુભ કે અશુભ લેશ્યા નથી]
વિવેચન :
ઉપરોક્ત સૂત્રોમાં ૨૪ દંડકોના જીવો અને સલેશી જીવોની અપેક્ષાએ આત્મારંભ આદિનું નિરૂપણ