________________
શતક-૧ : ઉદ્દેશક-૧
૪૧
જીવ અસંસાર સમાપક છે તે સિદ્ધ[મુક્ત] છે. સિદ્ધ ભગવાન આત્મારંભી નથી, પરારંભી નથી અને ઉભયારંભી નથી પરંતુ અનારંભી છે. જે સંસાર સમાપન્નક જીવ છે, તે બે પ્રકારના છે. સંયત અને અસંયત. જે સંયત છે, તે બે પ્રકારના છે. પ્રમત્ત સંયત અને અપ્રમત્તસંયત. જે અપ્રમત્તસંયત છે, તે આત્મારંભી નથી, પરારંભી નથી, ઉભયારંભી નથી, પરંતુ અનારંભી છે. જે પ્રમત્ત સંયત છે તે શુભયોગની અપેક્ષાએ આત્મારંભી નથી, પરારંભી નથી, ઉભયારંભી નથી. પરંતુ અનારંભી છે. અશુભ યોગની અપેક્ષાએ તે આત્મારંભી પણ છે. પરારંભી પણ છે. ઉભયારંભી પણ છે પરંતુ અનારંભી નથી. જે અસંયત છે તે અવિરતિની અપેક્ષાએ આત્મારંભી છે, પરારંભી છે, ઉભયારંભી છે. પરંતુ અનારંભી નથી. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક જીવ આત્મારંભી છે યાવત્ અનારંભી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સામાન્ય જીવોની અપેક્ષાએ આત્મારંભ, પરારંભ, તદુભયારંભ અને અનારંભની વિચારણા કરી છે.
આરંભ ઃ– આરંભ શબ્દનો સામાન્ય અર્થ પ્રવૃત્તિનો પ્રારંભ–તેવો થાય છે. ઉત્તરવર્તી સાહિત્યમાં આ શબ્દનો પ્રયોગ હિંસાના અર્થમાં થતો હતો. અભયદેવસૂરિએ આરંભનો અર્થ– જીવોના ઉપઘાત કરવો, તે પ્રમાણે કર્યો છે. પ્રત્યેક આશ્રવ દ્વારની પ્રવૃત્તિ માટે આ શબ્દ પ્રયોગ થાય છે.
પ્રસ્તુતમાં આરંભ શબ્દ પ્રયોગ અવિરતિ અને અશુભ યોગરૂપ આશ્રવના સંદર્ભમાં થયો છે. 'અસુમ નોન પટ્ટુર્જા આયારમા વિ' । 'અવિરતિ પટ્ટુર્જા આયારા વિ'। હિંસાદિ આશ્રવોના બે રૂપ છે. અવિરતિ અને અશુભયોગ– દુષ્પ્રવૃત્તિ. તેથી જ વિરત જીવ પણ અશુભ યોગની
અપેક્ષાએ આરંભી છે.
આત્મારંભી :– જે જીવ સ્વયં આશ્રવદ્વારમાં પ્રવૃત્ત થાય અથવા આત્મા દ્વારા સ્વયં આરંભ કરે. પરારંભી :– અન્યને આશ્રવદ્વારમાં પ્રવૃત્ત કરનાર અથવા અન્ય દ્વારા આરંભ કરાવનાર.
તદુભયારંભી :– આત્મારંભ અને પરારંભ બંનેમાં પ્રવૃત્તિ કરનાર.
અનારંભી :– આત્મારંભ, પરારંભ અને ઉભયારંભથી રહિત હોય, ઉપયોગપૂર્વક પ્રતિલેખના આદિ પ્રવૃત્તિ કરનાર સંયતજીવ અનારંભી કહેવાય છે. સર્વ અપ્રમત્ત સંયત અને સિદ્ધ અનારંભી હોય છે.
શુભયોગ :– ઉપયોગપૂર્વક– સાવધાનતા પૂર્વકની સંયમાનુકૂળ યોગોની પ્રવૃત્તિ.
ચોવીસ દંડકમાં આરંભી અનારંભી વિચાર :
૧૦ નેરા ખં ભંતે ! જિં આયારમા, પરારંભા, તનુમામા, अणारंभा ? गोयमा! णेरइया आयारंभा वि जाव णो अणारंभा ।