________________
३८
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ :– પુરુષાદાનીય અર્થાત્ પુરુષો દ્વારા જેમનું નામ આજ પણ શ્રદ્ધા અને આદરપૂર્વક સ્મરણ કરવામાં આવે છે, એવા પાર્શ્વનાથ તીર્થંકર દેવના આઠ ગણ અને આઠ ગણધર હતા, યથા– શુભ, શુભઘોષ, વશિષ્ઠ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીરભદ્ર અને યશ. uu
५ अट्ठ णक्खत्ता चंदेणं सद्धिं पमद्द जोगं जोएंति, तं जहा- कत्तिया, રોહળી, મુળભૂ, મહા, ચિત્તા, વિસાહા, અનુરાહા, નેકા ।
ભાવાર્થ :- આઠ નક્ષત્ર ચંદ્ર સાથે પ્રમર્દ યોગ કરે છે, જેમ કે– (૧) કૃત્તિકા (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) મઘા (૫) ચિત્રા (૬) વિશાખા (૭) અનુરાધા (૮) જયેષ્ઠા.
વિવેચન :
પ્રમર્દ યોગ—જે નક્ષત્રો ચંદ્રની ઉપર કે નીચે સીધાઇમાં રહીને સાથે ચાલે, તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે પ્રમર્દ યોગ થાય છે. જ્યેષ્ઠા નક્ષત્રને ચંદ્ર સાથે હંમેશાં પ્રમર્દયોગ જ હોય છે.
કૃત્તિકાદિ સાત નક્ષત્રો ઉત્તર અને દક્ષિણ દિશાથી પ્રમર્દયોગ કરે છે. ચંદ્ર જ્યારે બહાર જતો હોય ત્યારે આ સાત નક્ષત્રો ઉત્તરદિશાથી પ્રમર્દયોગ કરે છે અને ચંદ્ર અંદર આવતો હોય ત્યારે દક્ષિણ દિશાથી પ્રમર્દયોગ કરે છે.
ચંદ્રપ્રજ્ઞપ્તિ—સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર, પ્રાકૃત-૧૦, પ્રતિપ્રામૃત-૧૧, અનુસાર ૧૦ નક્ષત્ર પ્રમર્દયોગી છે. તેમાંથી કૃત્તિકાદિ સાત નક્ષત્રો ઉત્તર–દક્ષિણ દિશાથી પ્રમર્દયોગ કરે છે. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર દક્ષિણ દિશાથી પ્રમર્દયોગ કરે છે, એક જ્યેષ્ઠા નક્ષત્ર કેવલ પ્રમર્દયોગી છે, તેવું કથન છે. આ રીતે દશ નક્ષત્ર પ્રમર્દયોગી છે, પરંતુ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા, આ બે નક્ષત્રના બે તારાઓ જ દક્ષિણ દિશાથી પ્રર્મદ યોગ કરે છે અને આઠમું સ્થાન હોવાથી, આ બેની ગણના અહીં કરી નથી.
६ इसे णं रयणप्पभी पुढवीए अत्थेगइयाणं णेरइयाणं अट्ठ पलिओवमाइं ठिई पण्णत्ता । चउत्थीए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं अट्ठ सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं अट्ठ पलिओवमाई ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं अट्ठ पलिओवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ આઠ પલ્યોપમની છે. ચોથી પંકપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ આઠ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. સૌધર્મ, ઈશાનકલ્પના કેટલાક દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની છે.
भोए कप्पे अत्थेगइयाणं देवाणं अट्ठ सागरोवमाई ठिई पण्णत्ता । जे
શૈ