________________
આઠમ સમવાય
૩ ૭
|
ચોવીસમા અધ્યયનમાં અષ્ટ પ્રવચન માતાનું વિસ્તૃત વર્ણન છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠથાય છે. ભગવતી સૂત્ર અને સ્થાનાંગ સૂત્રમાં પણ તેને પ્રવચન માતા કહી છે. આ અષ્ટ પ્રવચનમાતામાં સંપૂર્ણ દ્વાદશાંગીનો સમાવેશ થાય છે. દ્વાદશાંગી પ્રવચન માતાનું વિરાટરૂપ છે. લૌકિક જીવનમાં માતાની ગરિમા અપૂર્વ છે. તેવી જ રીતે આ અષ્ટ પ્રવચન માતાઓ અધ્યાત્મ જગતની જગદંબા છે. લૌકિક જગતમાં માતાનો જેટલો ઉપકાર છે, તેનાથી પણ અનંતગુણો ઉપકાર આધ્યાત્મિક જીવનમાં આ અષ્ટ પ્રવચન માતાનો છે. તેનું સવિધિ પાલન કરીને સાધક અનંત સંસારમાં કર્મોથી મુક્ત થાય છે. સૂત્રકારે ત્રીજા અને પાંચમાં સમવાયમાં ગુપ્તિ અને સમિતિનું કથન કર્યું છે. પ્રસ્તુતમાં બંનેનું સાથે કથન છે. | २ | वाणमंतराणं देवाणं चेइयरुक्खा अट्ठ जोयणाई उड्डे उच्चत्तेणं पण्णत्ता। जंबूणं सुदंसणा अट्ठ जोयणाइंउटुंउच्चत्तेणं पण्णत्ता । कूडसामली णं गरुलावासे अट्ठ जोयणाई उड्डु उच्चत्तेणं पण्णत्ते । जंबुद्दीवस्स णं जगई अट्ठ जोयणाई उड्डु उच्चत्तेणं पण्णत्ता। ભાવાર્થ :- વાણવ્યંતર દેવોના ચૈત્યવૃક્ષ આઠ યોજન ઊંચા છે. ઉત્તરકુરુક્ષેત્રમાં રહેલું પૃથ્વીમય સુદર્શન જંબૂનામનું વૃક્ષ આઠયોજન ઊંચું છે. દેવકુરુક્ષેત્રમાં રહેલું ગરુડના આવાસભૂત પાર્થિવ કૂટશાલ્મલિ વૃક્ષ આઠ યોજન ઊંચું છે. જેબૂદ્વીપની જગતી (કિલ્લો) આઠ યોજન ઊંચી છે. | ३ | अट्ठसमइए केवलिसमुग्घाए पण्णत्ते, तं जहा- पढमे समए दंडं करेइ, बीए समए कवाडं करेइ, तइय समए मंथं करेइ, चउत्थे समए मंथंतराइं पूरेइ, पंचमे समए मंथंतराइं पडिसाहरइ, छटे समए मंथं पडिसाहरइ । सत्तमे समए कवाडं पडिसाहरइ, अट्ठमे समए दंडं पडिसाहरइ । ततो पच्छा सरीरत्थे भवइ ।
ભાવાર્થ :- કેવળી સમુદ્યાતના આઠ સમય છે, યથા- કેવળી ભગવાન પ્રથમ સમયમાં આત્મ પ્રદેશોનો દંડ કરે છે, બીજા સમયમાં કપાટ કરે છે, ત્રીજા સમયમાં મન્થાન કરે છે, ચોથા સમયમાં મન્થાનના અંતરાલોને પૂરે છે અર્થાત્ લોકપૂરણ કરે છે, પાંચમા સમયમાં મન્થાનના અંતરાલથી આત્મપ્રદેશોનો પ્રતિસંહાર(સંકોચ) કરે છે, છઠ્ઠા સમયમાં મળ્યાનનો પ્રતિસંહાર કરે છે, સાતમા સમયમાં કપાટનો પ્રતિસંહાર કરે છે અને આઠમા સમયમાં દંડનો પ્રતિસંહાર કરે છે અને તેનાં સમસ્ત આત્મપ્રદેશ શરીર પ્રમાણ થઈ જાય છે.
४ पासस्स णं अरहओ पुरिसादाणियस्स अट्ठ गणा अट्ठ गणहरा होत्था, તે બહા
सुभे य सुभघोसे य वसिढे बंभयारी य । सोमे सिरिधरे चेव वीरभद्दे जसे इ य।।१।।