________________
| ૩૬]
શ્રી સમવાયાંગ સૂત્ર
- આઠમું સમવાય
| zzzzzzzzzzzzz
પરિચય :
આ સમવાયમાં આઠ-આઠ સંખ્યાથી સંબંધિત વિષયોનું કથન છે, યથા- આઠ મદ સ્થાન, આઠ પ્રવચન માતા, વ્યંતર દેવોનાં આઠ યોજન ઊંચા ચૈત્ય વૃક્ષ આદિ, કેવલી સમુઘાતના આઠ સમય, ભગવાન પાર્શ્વનાથના આઠ ગણધર, ચંદ્ર સાથે પ્રર્મદ યોગ કરતાં આઠ નક્ષત્રો, નારકી અને દેવોની આઠ પલ્યોપમ અને આઠ સાગરોપમની સ્થિતિ તથા આઠ ભવ કરીને મોક્ષે જનારા જીવોનું વર્ણન છે.
| १ | अट्ठ मयट्ठाणा पण्णत्ता तं जहा- जाइमए कुलमए बलमए रुवमए तवमए सुयमए लाभमए इस्सरियमए । अट्ठ पवयणमायाओ पण्णत्ताओ, तं जहा- ईरियासमिई भासासमिई एसणासमिई आयाणभंडमत्तणिक्खेवणासमिई उच्चार-पासवण-खेल-जल्ल-सिंघाण पारिट्ठावणियासमिई मणगुत्ती वयगुत्ती ચિત્તt 1
ભાવાર્થ :- મદસ્થાન આઠ છે, યથા – જાતિ મદ, કુળ મદ, બલમદ, રૂપમદ, તપમદ, શ્રતમદ (વિદ્યાનો અહંકાર), લાભમદ અને ઐશ્વર્યમદ. પ્રવચન માતા આઠ છે,યથા -ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ, ઉચ્ચારપ્રશ્રવણ ખેલ જલસિંઘાણપરિષ્ઠાપન સમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ.
વિવેચન :
મયજ્ઞા :- મદસ્થાન. મનુષ્ય જે સ્થાન અથવા કારણથી અભિમાન કે અહંકાર કરે છે, તેને મદ સ્થાન કહે છે. જાતિમદ- માતૃપક્ષની શ્રેષ્ઠતાનો અહંકાર, કુળમદ– પિતૃવંશની શ્રેષ્ઠતાનો અહંકાર, બલમદ– પોતાના બળ, શક્તિ, તાકાતનો અહંકાર, રૂ૫મદ પોતાના વર્ણ, ગંધાદિ તથા મુખાદિ લાવણ્ય, નમણાશ આદિ રૂપ સૌંદર્યનો અહંકાર, ત૫મદ– દીર્ઘ, ઉગ્ર તપશ્ચર્યા કરી શકતા હોય, તો તેનો અહંકાર, શ્રતમદ– વિદ્યાનો અહંકાર. વિભિન્નકળાઓમાં પ્રવીણતા-કુશળતાનો અહંકાર, લાભમદ–ધન-સંપતિ આદિની પ્રાપ્તિનો અહંકાર, ઐશ્વર્યમદ-પ્રભૂતા, પદ, પ્રતિષ્ઠા આદિનો અહંકાર.
પ્રવચનો :- પ્રવચન માતા. પ્રવચનનો અર્થ દ્વાદશાંગ ગણિપિટક અને તેનો આધાર સંઘ છે. જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ દ્વાદશાંગ પ્રવચનની અને સંઘની, સંઘના સંયમરૂપ ધર્મની રક્ષા કરે છે, માટે તેને પ્રવચનમાતા કહે છે. ઉત્તરાધ્યયન સૂત્રના