________________
| સાતમું સમવાય.
[ ૩૫ |
ભાવાર્થ :- પાંચમા બ્રહ્મલોકકલ્પ ના દેવોની જઘન્ય સ્થિતિ સાધિક સાત સાગરોપમ છે. જે દેવ સમ, સમપ્રભ, મહાપ્રભ, પ્રભાસ, ભાસુર, વિમલ, કાંચનકૂટ અને સનસ્કુમારાવર્તસક નામના વિશિષ્ટ વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. તે દેવ સાત અર્ધમાસે (સાડા ત્રણ મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને સાત હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રાયઃ પ્રતોમાં બ્રહ્મલોકનામના પાંચમા દેવલોકના દેવોની જઘન્ય સ્થિતિમાં મહિલા સર સાવનારું પાઠ જોવા મળે છે પરંતુ પ્રજ્ઞાયના સૂત્ર, પદ-૪, સૂ.૨૪૩માં ગદvપ સત્ત સરોવનારું પાઠ હોવાથી અહીં 'સાહિત્ય શબ્દને કૌંસમાં રાખ્યો છે.
८ संतेगइया भवसिद्धिया जीवा जे णं सत्तहिं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ - કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો સાત ભવ ધારણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૭ સંપૂર્ણ