SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સાત સમવાય [ ૭૩ ] વિસ્તાર કરી સંપૂર્ણ લોકમાં ફેલાવે છે, તેને કેવળી સમુદ્યાત કહે છે. |२| समणे भगवं महावीरे सत्त रयणीओ उड्टुं उच्चत्तेणं होत्था । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સાત હાથ ઊંચા હતા. | ३ इहेव जंबुद्दीवे दीवे सत्त वासहरपव्वया पण्णत्ता,तं जहा- चुल्लहिमवंते, महाहिमवंते, णिसढे, णीलवंते, रुप्पी, सिहरी, मंदरे । इहेव जंबुद्दीवे दीवे सत्त वासा पण्णत्ता, तं जहा- भरहे, हेमवए, हरिवासे, महाविदेहे, रम्मए, एरण्णवए, एरवए। ભાવાર્થ :- આ જંબૂઢીપ નામના દ્વીપમાં સાત વર્ષધર પર્વત છે, જેમ કે– ચુલ્લહિમવંત, મહા હિમવંત, નિષધ, નીલવંત, રુક્ષ્મી, શિખરી અને મંદર(સુમેરુ પર્વત). આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં સાત ક્ષેત્ર છે, જેમ કે– ભરત, હેમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમેકવર્ષ, ઐરણ્યવત અને ઐરવત. | ४ खीणमोहेणं भगवया मोहणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ वेएइ । ભાવાર્થ - ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનવર્તી વીતરાગ ભગવાન મોહનીય કર્મને છોડીને બાકીનાં સાત કર્મોને વેદે છે. | ५ महाणक्खत्ते सत्ततारे पण्णत्ते । अभिईआइआ सत्तणक्खत्ता पुव्वदारिआ पण्णत्ता । अस्सिणीआइया सत्त णक्खत्ता दाहिणदारिआ पण्णत्ता । पुस्साइया सत्त णक्खत्ता उत्तरदारिया पण्णत्ता । साइआइया सत्त णक्खत्ता उत्तरदारिया પણ તા . ભાવાર્થ :- મઘા નક્ષત્રના સાત તારા છે. અભિજિત વગેરે સાત નક્ષત્ર પૂર્વદ્વારિક છે અર્થાતુ આ નક્ષત્રોમાં પૂર્વ દિશામાં યાત્રા કરવાનું શુભફળ હોય છે. અશ્વિની આદિ સાત નક્ષત્ર દક્ષિણદ્વારિક છે. પુષ્ય વગેરે સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારિક છે. સ્વાતિ વગેરે સાત નક્ષત્ર ઉત્તર દ્વારિક છે. વિવેચન : પ્રસ્તુતમાં પૂર્વ આદિ ચારે દિશાના દ્વારવાળા સાત-સાત નક્ષત્રોનું કથન છે. જે નક્ષત્રોમાં પૂર્વ દિશા તરફ જતાં પ્રાયઃ શુભ ફળ પ્રાપ્ત થાય છે, તે નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળા કહેવાય છે. તે જ રીતે જે નક્ષત્રો પ્રાયઃ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરદિશામાં શુભફળ આપે છે, તે ક્રમશઃ દક્ષિણદ્વાર, પશ્ચિમદ્વાર અને
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy