________________
[ ૩૨]
શ્રી સમવાયાંગ સૂત્ર
- સાતમું સમવાય
તે zzzzzzzzzzzzz
પરિચય :
આ સમવાયમાં સાત-સાત સંખ્યાથી સંબંધિત વિષયોનું કથન છે. સાત પ્રકારના ભય, સાત પ્રકારના સમુદ્યાત, ભગવાન મહાવીરની સાત હાથ ઊંચી કાયા, જંબુદ્વીપમાં સાત વર્ષધર પર્વત, સાત ક્ષેત્ર, બારમા ગુણ સ્થાનમાં સાત કર્મોનું વેદન ઈત્યાદિ વર્ણન છે. મઘા, કૃતિકા, અનુરાધા, ધનિષ્ઠા નક્ષત્રોના સાત સાત તારાઓ છે. કેટલાક નારકીઓ અને કેટલાક દેવોની સાત પલ્યોપમ અને સાત સાગરોપમની સ્થિતિ છે અને કેટલાક જીવ સાત ભવ ગ્રહણ કરીને મુક્ત થશે, વગેરે વિષયોનું નિરૂપણ છે. | १ | सत्त भयट्ठाणा पण्णत्ता, तं जहा- इहलोगभए परलोगभए आदाणभए अकम्हाभए आजीवभए मरणभए असिलोगभए । सत्त समुग्घाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्घाए कसायसमुग्घाए मारणंतियसमुग्घाए वेउव्वियसमुग्घाए तेयसमुग्घाए आहारसमुग्घाए केवलिसमुग्घाए ।
ભાવાર્થ :- ભયસ્થાન સાત છે, જેમ કે– ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતમય, આજીવિકાભય, મરણભય અને અશ્લોકભય-અપકીર્તિભય. સાત સમુઘાત છે, જેમ કે- વેદના, સમુદ્યાત, કષાય સમુદ્યાત, મારણાંતિક સમુદ્યાત, વૈક્રિયસમુદ્યાત, તૈજસ સમુદ્યાત, આહારકસમુદ્યાત અને કેવળી સમુઘાત.
વિવેચન :
માણા : ભયસ્થાન. ભય મોહનીય કર્મના ઉદયે જીવ ભયને પ્રાપ્ત થાય છે. તેના સાત સ્થાન (પ્રકાર) છે. (૧) સજાતીય જીવોના ડરને (ભયને) ઈહલોક ભય કહે છે, જેમ કે મનુષ્યને મનુષ્યથી થતો ભય. (૨) વિજાતીય જીવોથી ઉત્પન્ન થતાં ભયને પરલોક ભય કહે છે, જેમ કે મનુષ્યને પશુથી ઉત્પન્ન થતો ભય. (૩) ઉપાર્જિત ધનની સુરક્ષાનો ભય આદાન ભય કહેવાય છે. (૪) બહારના કોઈ પણ નિમિત્ત વિના પોતાના જ માનસિક વિકલ્પ વડે થનારા ભયને અકસ્માત ભય કહે છે. (૫) આજીવિકા સંબંધી ભયને આજીવિકાભય કહે છે. (૬) મરણના ભયને મરણભય કહે છે. (૭) અશ્લોકનો અર્થ છે નિંદા અથવા અપકીર્તિ. નિંદા, અપકીર્તિના ભયને અશ્લોકભય કહે છે. સાવાઃ- સમુઘાતના છ ભેદનું સ્વરૂપ છઠ્ઠા સમવાયમાં છે. કેવળી ભગવાનના વેદનીય, નામ અને ગોત્ર કર્મની લાંબી સ્થિતિને આયુષ્યકર્મની અંતર્મુહૂર્તની સ્થિતિ પ્રમાણ કરવા માટે આત્મપ્રદેશોનો