________________
છઠ્ઠ સમવાય
उववण्णा तेसिं णं देवाणं उक्कोसेणं छ सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवा छह अद्धमासाणं आणमति वा पाणमति वा, ऊससति वा णीससति वा, तेसिं ण देवाण छहिं वाससहस्सेहिं आहारटे समुप्पज्जइ । ભાવાર્થ – સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ છ સાગરોપમ છે. તેમાંના જે દેવ સ્વયંભૂ, સ્વયંભૂરમણ, ઘોષ, સુઘોષ, મહાઘોષ, કૃષ્ટિઘોષ, વીર, સુવીર, વીરગત, વીરશ્રેણિક, વીરાવર્ત, વિરપ્રભ, વીરકાંત, વીરવર્ણ, વીરલેશ્ય, વીરધ્વજ, વીરશંગ, વીરસુખ, વીરકૂટ અને વીરોત્તરાવતંસક નામનાં વિશિષ્ટ વિમાનોમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમની છે. તે દેવો છ અર્ધમાસે (ત્રણ મહિને) આન-પ્રાણ કે ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને છ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઊપજે છે. |७| संतेगइया भवसिद्धिया जीवा जे छहिं भवग्गहणेहि सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ - કેટલાક ભવ સિદ્ધિક જીવો છ ભવ ધારણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૬ સંપૂર્ણ