________________
३०
શ્રી સમવાયાંગ સૂત્ર
३
छव्विहे अत्थुग्गहे पण्णत्ते, तं जहा- सोइंदियअत्थुग्गहे चक्खुइंदियअत्थुग्गहे घाणिंदियअत्थुग्गहे जिब्भिदियअत्थुग्गहे फासिंदियअत्थुग्गहे णोइंदियअत्थुग्गहे ।
ભાવાર્થ :- અર્થાવગ્રહના છ પ્રકાર છે, જેમ કે– શ્રોતેન્દ્રિય અર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, ઘ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, રસનેન્દ્રિય અર્થાવગ્રહ, સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ અને નોઈન્દ્રિય અર્થાવગ્રહ.
विवेयन :
મતિજ્ઞાન પાંચ ઈંદ્રિય અને મનથી થાય છે, તે ક્રમશ : અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા રૂપે થાય છે. કોઈ પણ પદાર્થના બોધ સમયે જે અવ્યક્ત રૂપે સામાન્ય બોધ થાય છે તે, વ્યંજનાવગ્રહ કહેવાય છે. ત્યાર પછી તુરંત અર્થગ્રહણ થાય છે એટલે વસ્તુનું સામાન્ય જ્ઞાન થાય છે, તેને અર્થાવગ્રહ કહે છે. આ અર્થાવગ્રહ શ્રોત વગેરે પાંચ ઈન્દ્રિયોથી અને નોઈન્દ્રિય અર્થાત્ મનથી ઉત્પન્ન થાય છે, તેથી તેના છ ભેદ છે. વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર છે, ચક્ષુરિન્દ્રિય અને મન અપ્રાપ્યકારી હોવાથી તેનો ગ્રાહ્ય પદાર્થ સાથે સંયોગ થતો નથી અને તેથી તેનો વ્યંજનાવગ્રહ નથી. છ એ ઈંદ્રિયોથી અર્થાવગ્રહ થયા પછી જ ઈહા, અવાય વગેરે જ્ઞાન ઉત્પન્ન થાય છે.
४ कत्तिया णक्खत्ते छतारे पण्णत्ते । असिलेसाणक्खत्ते छतारे पण्णत्ते ।
ભાવાર્થ: કૃતિકા નક્ષત્રના છ તારા છે. આશ્લેષા નક્ષત્રના છ તારા છે.
५
इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं छ पलिओवमाइं ठिई पण्णत्ता । तच्चाए णं पुढवीए अत्थेगइयाणं णेरइयाणं छ सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं छ पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं छ पलिओवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ છ પલ્યોપમની છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ છ સાગરોપમની છે. કેટલાક અસુરકુમારદેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાનકલ્પના કેટલાક દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે.
६
सणंकुमार-माहिंदेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं छ सागरोवमाइं ठिई पण्णत्ता। जे देवा सयंभुं सयंभुरमणं घोसं सुघोषं महाघोसं किट्ठिघोसं वीरं सुवीरं वीरगतं वीरसेणियं वीरावत्तं वीरप्पभं वीरकंतं वीरवण्णं वीरलेसं वीरज्झयं वीरसिंगं वीरसिट्ठ वीरकूडं वीरुत्तरवडिंसगं विमाणं देवत्ताए