________________
છ સમવાય
૨૯ |
છે. આત્મ ચિંતન, મનન પણ સ્વાધ્યાય છે. શરીરને માટે ભોજન કરવું આવશ્યક છે, એવી રીતે બુદ્ધિના વિકાસ માટે અધ્યયન આવશ્યક છે. સ્વાધ્યાયના વાચના, પુચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકાર છે. (૫) ધ્યાન- મનની એકાગ્ર અવસ્થા ધ્યાન છે. (૬) વ્યત્સર્ગ - વિશિષ્ટ ઉત્સર્ગ વ્યુત્સર્ગ છે. નિસંગતા, અનાસક્તિ, નિર્ભયતા અને જીવનની લાલસાનો ત્યાગ, એ વ્યુત્સર્ગ છે. વ્યુત્સર્ગના ગણવ્યુત્સર્ગ, શરીર વ્યુત્સર્ગ, ઉપધિવ્યુત્સર્ગ અને ભક્તપાન વ્યુત્સર્ગ, ચાર ભેદ છે. શરીર વ્યુત્સર્ગનું નામ જ કાયોત્સર્ગ છે. ભગવાન મહાવીરે સાધુઓને વારંવાર કાઉસગ્ગ કરનારા કહ્યા છે. જે સાધક કાયોત્સર્ગમાં સફળ થાય છે તે વ્યુત્સર્ગ તપમાં સંપૂર્ણ સફળ થઈ જાય છે. આ રીતે બાહ્ય અને આત્યંતર તપના કુલ બાર ભેદ છે. બાહ્યતપ, આત્યંતર તપની વૃદ્ધિ માટે કરાય છે. બાહ્ય તપની અપેક્ષાએ આત્યંતર તપ અનેક ગુણી કર્મનિર્જરાનું કારણ બને છે. | २ छ छाउमत्थिया समुग्घाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्घाए कसायसमुग्घाए मारणं तियसमुग्घाए वेउव्वियसमुग्घाए तेयसमुग्घाए आहारसमुग्घाए ।
ભાવાર્થ :- છ છા૫સ્થિક સમુદઘાત છે, જેમ કે વેદના સમુઘાત, કષાય સમુઘાત, મારણાન્તિક સમુઘાત, વૈક્રિય સમુઘાત, તેજસુ સમુઘાત અને આહારક સમુઘાત.
વિવેચન :
કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બધા જીવો છદ્મસ્થ કહેવાય છે. છદ્મસ્થોના સમુદ્યાતને છાધસ્થિક સમુઘાત કહે છે. સમુથાથા – સમુદ્યાત. મૂળ શરીરને છોડયા વિના વેદનાદિના નિમિત્તથી આત્મપ્રદેશોનો શરીરની બહાર વિસ્તાર થાય અને તે તે કર્મોનો ઘાત થાય તેને સમુદ્દાત કહે છે. સમુદ્દઘાતના સાત ભેદ આગમમાં કહ્યા છે. તેમાં કેવળી સમુદ્યાતને છોડીને બાકીના છ સમુદ્યાત છદ્મસ્થ જીવોને હોય છે. વેદનાથી પીડાતા જીવના આત્મપ્રદેશોનું બહાર નીકળવું, તે વેદના સમુદ્દઘાત છે. ક્રોધાદિ કષાયની તીવ્રતાના સમયે આત્મપ્રદેશોનું બહાર નીકળવું, તે કષાય સમુદ્દઘાત છે. મૃત્યુ થતાં પહેલાં આત્મ પ્રદેશોનું બહાર નીકળી જન્મસ્થાન સુધી જવું તે મારશાનિક સમઘાત છે. દેવ વગેરે દ્વારા ઉત્તર વૈકિય શરીર બનાવવાના સમયે આત્મ પ્રદેશોને ફેલાવવા તે વૈકિય સમુદઘાત છે. તેજલબ્ધિનો પ્રયોગ કરતાં પહેલા આત્મપ્રદેશોને બહાર કાઢવા તે તેજસ્ સમુદ્દઘાત છે. ચૌદ પૂર્વધર મહામુનિને મનમાં કોઈ ગહન તત્ત્વના વિષયમાં શંકા થાય અને તેના ક્ષેત્રમાં કેવળીનો અભાવ હોય ત્યારે કેવળી ભગવાન પાસે જવા માટે આહારક શરીર બનાવવા માટે જે સમુદ્યાત થાય તેને આહારક સમુદ્દઘાત કહે છે.
તે સમુદ્યાતોનો વધુમાં વધુ સમય એક અંતર્મુહૂર્ત છે અને તે સમુઘાતના સમયે બહાર નીકળેલા આત્મ પ્રદેશોનો મૂળ શરીર સાથે બરાબર સંબંધ જળવાઈ રહે છે.