________________
*
શ્રી સમવાયાંગ સૂત્ર
ઇન્તીવાળિાવ:- છ જીવનિકાય. તેમાં શરૂઆતના પાંચ નિકાય સ્થાવરકાય અને એકેન્દ્રિય જીવ છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારકીના જીવો ત્રસકાય કહેવાય છે.
વાર્તાને તો મેઃ- બાહય તપ કર્મ. જે તપથી બાહ્ય શરીરના શોષણ દ્વારા કર્મોની નિર્જરા થાય છે તેને બાહ્ય તપ કહે છે અથવા જે તપ અન્યલોકો જોઇ શકે તેને બાહ્ય તપ કહે છે. (૧) જીવન પર્યંત અથવા અલ્પસમય માટે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે 'અનશન' તપ છે. અનશનથી શારીરિક અને માનસિક વિશુદ્ધિ થાય છે, તે અગ્નિસ્નાનની જેમ કર્મમળને દૂર કરીને આત્મરૂપી સુવર્ણને ચમકાવે છે. (૨) ઊણોદરી (અવઔદાર્ય) દ્રવ્ય ઊોદરીમાં આહારની માત્રા ઓછી કરાય છે અને ભાવ ઊણોદરીમાં કષાયની માત્રા ઓછી કરાય છે. દ્રવ્ય ઊદરીથી શરીર સ્વસ્થ રહે છે અને ભાવ ઊોદરીથી આંતરિક ગુણોનો વિકાસ થાય છે. (૩) વિવિધ પ્રકારના અભિગ્રહ કરીને આહારની ગવેષણા કરવી તે ભિક્ષાચરી છે. ભિક્ષાચરીના અનેક ભેદ પ્રભેદો છે. ભિક્ષુએ અનેક દોષોને ટાળીને ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે. (૪) જેનાથી ભોજનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે, તે રસ છે. મધુર આદિ રસોથી ભોજનમાં સરસતા આવે છે. સાધક આવશ્યકતા અનુસાર આહાર ગ્રહણ કરે છે, પરંતુ સ્વાદ માટે નહીં. સ્વાદ માટે ચૂસવું, ચાવવું તે દોષ છે. તે રસોના દોષોથી બચવું તે રસ પરિત્યાગ તપ છે. (૫) શરીરને કષ્ટ દેવું, તે કાયક્લેશ તપ છે. સાધક, આત્મા અને શરીરને પૃથક્ માને છે. આ શરીર જુદું છે અને આત્મા જુદો છે, આ પ્રકારની તત્ત્વબુદ્ધિથી માનસિક દુઃખ અને શારીરિક કષ્ટને સહન કરીને શરીરની મમતાનો ત્યાગ કરે છે. સ્થાનાંગ સૂત્રમાં કાયોત્સર્ગ કરવો, ઉત્કટુક(ઉભડક) આસનથી ધ્યાન કરવું, પ્રતિમા ધારણ કરવી આદિ કાયક્લેશના અનેક ભેદો બતાવ્યા છે.(૬) પરભાવમાં લીન આત્માને સ્વભાવમાં લીન બનાવવાની પ્રક્રિયા પ્રતિસલીનતા તપ છે. ભગવતી સૂત્રમાં તેના ઇન્દ્રિય પ્રતિસંલીનતા, કષાય પ્રતિસંલીનતા, યોગપ્રતિસંલીનતા અને વિવિક્ત શયનાસન સેવના; એ ચાર ભેદ કહ્યા છે. આ છ બાહ્ય તપ છે.
અભિંતને તો જન્મે :- આત્યંતર તપ કર્મ, મનોવૃત્તિના નિરોધ દ્વારા જે કર્મોની નિર્જરાનું સાધન બને છે, તથા બહારથી અન્ય કોઈને તે દેખાતું નથી, તેને 'આત્યંતર' તપ કહે છે. તેના છ ભેદ છે.
(૧) પ્રાયશ્ચિત :– અપરાધનું નામ 'પ્રાયઃ' છે અને ચિત્તનો અર્થ શોધન છે, જે ક્રિયાથી અપરાધની શુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્તથી પાપનું છેદન થાય છે. તે પાપને દૂર કરે છે. પ્રાયશ્ચિત્ત અને દંડમાં અંતર છે, પ્રાયશ્ચિત્ત સ્વેચ્છાથી ગ્રહણ કરાય છે. દંડમાં પાપ પ્રતિ ગ્લાનિ થતી નથી, તે વિવશતાથી લેવાય છે. સ્થાનોંગ સૂત્રમાં પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર બતાવ્યા છે. (૨) વિનય :- વિનય શબ્દના ત્રણ અર્થ થાય - છે– અનુશાસન, આત્મસંયમ અને સદાચાર. વિનયથી અકર્મ દૂર થાય છે. ક્લેશ સમુત્પન્ન કરનારા અષ્ટકર્મરૂપ શત્રુને જે દૂર કરે છે, તે વિનય છે. ભગવતીસૂત્ર, સ્થાનાંગસૂત્ર અને ઔપપાતિક સૂત્રમાં વિનયના જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મનોવિનય, વચનવિનય, કાયવિનય, લોકોપચારવિનય; આ સાત પ્રકાર કહ્યા છે. વિનય એટલે સદ્ગુણો પ્રતિ સહજ સન્માનભાવ. (૩) વૈયાવૃત્ય તપ :– ધર્મ સાધનામાં પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓની સેવા કરવી એ વૈયાવચ્ચ તપ છે. ભગવતી સૂત્રમાં વૈયાવૃત્યના દસ પ્રકાર કહ્યા છે. (૪) સ્વાધ્યાય તપઃ- સત્ શાસ્ત્રોનું વિધિ સહિત અધ્યયન કરવું તે સ્વાધ્યાય તપ