________________
| २४ ।
શ્રી સમવાયાંગ સૂત્ર
સમુદાય. છ એ છ દ્રવ્ય અતિ રૂપે છે પણ પ્રદેશના સમુદાયવાળા પાંચ દ્રવ્યો છે.સ્વયં ગતિશીલ જીવ અને પુદ્ગલોની ગતિ ક્રિયામાં સહાયક દ્રવ્ય ધમસ્તિકાય કહેવાય છે. સ્વયં ગતિપૂર્વક સ્થિત થનારા જીવ અને પુગલોને સ્થિર રહેવામાં સહાયક દ્રવ્ય અધમસ્તિકાય કહેવાય છે. સર્વ દ્રવ્યોને પોતાની અંદર જગ્યા કરી આપનાર દ્રવ્ય આકાશાસ્તિકાય કહેવાય છે. ચૈતન્યગુણવાળું દ્રવ્ય જીવાસ્તિકાય કહેવાય છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળું દ્રવ્ય પગલાસ્તિકાય કહેવાય છે. આ પાંચ દ્રવ્યોમાંથી પ્રથમ બે દ્રવ્ય અસંખ્યાત પ્રદેશ છે. આકાશ અનંતપ્રદેશ છે. એક જીવના પ્રદેશ અસંખ્યાત છે. પુલદ્રવ્યના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ હોય છે. |४ रोहिणीणक्खत्ते पंचतारे पण्णत्ते । पुणव्वसुणक्खत्ते पंचतारे पण्णत्ते। हत्थणक्खत्ते पंचतारे पण्णत्ते, विसाहाणक्खत्ते पंचतारे पण्णत्ते, धणिट्ठाणक्खत्ते पंचतारे पण्णत्ते । ભાવાર્થ :- રોહિણી નક્ષત્રના પાંચ તારા છે. પુનર્વસુ નક્ષત્રના પાંચ તારા છે. હસ્ત નક્ષત્રના પાંચ તારા છે. વિશાખા નક્ષત્રના પાંચ તારા છે. ધનિષ્ઠા નક્ષત્રના પાંચ તારા છે.
५ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं पंच पलिओवमाई ठिई पण्णत्ता । तच्चाए णं पुढवीए अत्थेगइयाणं णेरइयाणं पंच सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्यंगइयाणं पंच पलिओवमाई ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं पंच पलिओवमाई ठिई पण्णत्त । ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ પાંચ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. |६ सणंकुमार-माहिदेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं पंच सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा वायं सुवायं वायावत्तं वायप्पभं वायकंतं वायवण्णं वायलेसं वायज्झयं वायसिंगं वायसिटुं वायकूडं वाउत्तरवडिसगं सूरं सुसूरं सूरावत्तं सूरप्पभं सूरकंतं सूरवण्णं सूरलेसं सूरज्झयं सूरसिंगं सूरसिटुं सूरकूड सूरूत्तरवडिसगं विमाणं देवत्ताए उव्वण्णा, तेसिं णं देवाणं उक्कोसेणं पंच सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवाणं पंचण्हं अद्धमासाणं आणमंति वा पाणमंति वा, उससंति वा णीससंति वा, तेसिं णं देवा पंचहिं वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ ।