________________
પાંચ સમવાય
૨
૩
એટલે ઇન્દ્રિયના વિષયો. સંસારી જીવો પાંચ ઇન્દ્રિયના વિષયોની કામના કરે છે. શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ, ચક્ષુરિન્દ્રિયનો વિષય રૂ૫, ધ્રાણેન્દ્રિયનો વિષય ગંધ, રસનેન્દ્રિયનો વિષય રસ અને સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. ભગવતી સૂત્રમાં શબ્દ અને રૂપ, ને કામ અને ગંધ, રસ, સ્પર્શ ને ભોગ કહ્યા છે.
આવ-સંવરલાTT – આશ્રવ, સંવરદ્વાર. આશ્રવ એટલે આવવું. કર્મના આવવાના માર્ગને આશ્રવકાર કહે છે. કર્મબંધના કારણો જ આશ્રયદ્વાર કહેવાય છે. સંવર એટલે રોકવું, અટકાવવું. આશ્રવદ્વારનો નિરોધ કરવો, તે સંવરદ્વાર છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ આશ્રયદ્વાર છે અને તેનાથી વિપરીત સમ્યક્ત્વાદિ સંવરદ્વાર છે. આત્મ સંબંધી ભ્રમ, અશ્રદ્વા તે મિથ્યાત્વ અને આત્મતત્ત્વનું યથાર્થ સ્વરૂપ દર્શન તે સમ્યકત્વ છે. હિંસાદિનો ત્યાગ ન કરવો, તે અવ્રત અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અપરિગ્રહાદિને ધારણ કરવા, તે વ્રત છે. મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા કરવી, તે પાંચ પ્રમાદ છે. આ પાંચનું સેવન ન કરવા પૂર્વક આત્મભાવમાં મગ્ન થવું, તે અપ્રમાદ છે. ક્રોધાદિ ચાર કષાય છે અને ક્ષમાદિ ચાર અકષાય છે. મન, વચન, કાયાની પ્રવૃતિ યોગ છે અને યોગનો નિરોધ અયોગ છે.
fબારડ્ડાઇ - નિર્જરા સ્થાન. નિર્જરા એટલે ઝરી જવું. માટલામાંથી પાણી ઝરી જાય તેમ પૂર્વસંચિત કર્મોનું આત્માથી દૂર થવું તેને નિર્જરા કહે છે. અહીં નિર્જરાના કારણભૂત પાંચ વ્રતનો ઉલ્લેખ છે જ્યારે પૂર્વ સૂત્રમાં મહાવ્રત રૂપે પાંચ વ્રતોનો ઉલ્લેખ છે. સંયમ દ્વારા સંવર થાય છે અર્થાત આવતા કર્મો રોકાય છે, નવા કર્મોનો બંધ થતો નથી અને પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા પણ થાય છે. દેશ વિરતિથી અલ્પનિર્જરા અને સર્વ વિરતિથી મહાનિર્જરા થાય છે. પૂર્વ સૂત્રમાં મહાવ્રતનું જ કથન છે તેથી સળીઓ TWITTો વેરમાં શબ્દ છે અને અહીં વ્રત અને મહાવ્રત બંને ગ્રાહય છે.
સમિતિ- મહાવ્રતના રક્ષણ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ માતા તુલ્ય છે. સમિતિ એટલે સમ્યક્ રીતે, સાવધાની પૂર્વક, યત્નાપૂર્વક પ્રવૃતિ કરવી. ચાલવાની બોલવાની આદિ ક્રિયાઓ સમ્યક પ્રકારે કરવી, તેને સમિતિ કહે છે. સાવધાની પૂર્વક ચાલવું તે ઇર્ષા સમિતિ, સાવધાનીપૂર્વક કોઈને દુઃખ ન થાય તેમ બોલવું તે ભાષાસમિતિ, સાવધાનીપૂર્વક નિર્દોષ ગોચરીની ગવેષણા કરવી, તે એષણા સમિતિ, સાવધાનીપૂર્વક જીવહિંસા ન થાય તેમ વસ્ત્ર-પાત્રાદિ લેવા-મૂકવા, તે આદાનભંડમાત્ર નિક્ષેપણા સમિતિ અને મળ, મૂત્ર,કફ, નાસિકામેલ,શરીરમેલને સાવધાની પૂર્વક પરઠવા (ત્યાગ કરવો), તે ઉચ્ચાર પાસવણ ખેલ સિંઘાણ જલ પરિઠાવણિયા સમિતિ છે. | ३ पंच अत्थिकाया पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्थिकाए पोग्गलत्थिकाए । ભાવાર્થ :- પાંચ અસ્તિકાય દ્રવ્ય છે, યથા- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પ્લાસ્તિકાય. વિવેચન :
બહ પ્રદેશી દ્રવ્યને અસ્તિકાય કહે છે. અતિ એટલે વિધમાનતા અને કાય એટલે પ્રદેશનો