________________
[ ૨૨ |
શ્રી સમવાયાંગ સૂત્ર
સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરવો તે, પહેલું મહાવ્રત છે. સર્વ પ્રકારના અસત્ય ભાષણનો ત્યાગ કરવો, તે બીજું મહાવ્રત છે. સર્વ પ્રકારના અદત્તનો ત્યાગ કરવો અર્થાત્ આપ્યા વિનાની કોઈ પણ વસ્તુ લેવી નહીં, તે ત્રીજું મહાવ્રત છે. દેવ, મનષ્ય અને પશુ સંબંધી સર્વ પ્રકારના મૈથુન સેવનનો ત્યાગ કરવો, તે ચોથું મહાવ્રત છે. સર્વ પ્રકારના પરિગ્રહ (મમત્વ)નો ત્યાગ કરવો, તે પાંચમું મહાવ્રત છે. મહાવ્રત શ્રમણાચારનું મૂળ છે. આગમ સાહિત્યમાં મહાવ્રતોનું વિસ્તારથી વર્ણન છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રના સંવર પ્રકરણમાં, દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં મહાવ્રતનું વિસ્તૃત વર્ણન છે.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ મહાવ્રત અસંયમના સ્રોતને રોકીને સંયમના દ્વારને ઉદ્દઘાટિત કરે છે. મહાવ્રતના ગ્રહણ સમયે હિંસાદિ પાપોનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરવામાં આવે છે. મહાવ્રતોમાં સાવધ યોગોનો પૂર્ણરૂપથી ત્યાગ હોય છે. આશ્રવદ્વારોનો નિરોધ કરી, સંવર અને નિર્જરા કરીને કર્મોને નષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. | २ पंच कामगुणा पण्णत्ता, तं जहा- सदा रूवा गंधा रसा फासा । पंच आसवदारा पण्णत्ता, तं जहा- मिच्छत्तं अविरई पमाया कसाया जोगा । पंच संवरदारा पण्णत्ता, तं जहा- सम्मत्तं विरई अप्पमत्तया अकसाया । अजोगया। पंच णिज्जरढाणा पण्णत्ता, तं जहा- पाणाइवायाओ वेरमणं, मुसावायाओ वेरमणं, अदिण्णादाणाओ वेरमणं, मेहुणाओ वेरमणं, परिग्गहाओ वेरमणं । पंच समिईओ पण्णत्ताओ, तं जहा- ईरियासमिई भासासमिई एसणासमिई आयाणभंडमत्त -णिक्खेवणासमिई, उच्चारपासवण खेल सिंघाण जल्लपारिट्ठावणिया समिई ।
ભાવાર્થ :- ઇન્દ્રિયોના વિષયભૂત કામગુણ પાંચ છે, યથા- શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ. આશ્રવ દ્વાર પાંચ છે, યથા– મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. સંવર દ્વારા પાંચ છે, યથા- સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગ. નિર્જરા સ્થાન પાંચ છે, યથા– પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ. સમિતિ પાંચ છે, યથા– ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાત્રનિક્ષેપણાસમિતિ, ઉચ્ચારપ્રશ્રવણલેખસિંઘાણજલ પ્રતિષ્ઠાપનાસમિતિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંયમ જીવનના મુખ્ય આચાર સંબંધિત વિષયનું નિરૂપણ છે. સંયમી સાધક ઇન્દ્રિયના વિષયોથી અનાસકત રહે, તો જ સંયમનું પાલન કરી શકે છે.
a[T :- કામગુણ. શબ્દાદિ ઇન્દ્રિયના વિષયો. જેની કામના કરાય તે કામ અને ગણ