________________
પાંચમ સમવાય
૨ ૧
|
-
• પાંચમું સમવાય EZP/PP/PP/CP/IP
પરિચય :
આ સમવાયમાં પાંચ-પાંચ સંખ્યાથી સંબંધિત વિષયોની વિચારણા છે, યથા પાંચ મહાવ્રત, પાંચ કામગુણ, પાંચ આશ્રવદ્વાર, પાંચ સંવરદ્વાર, પાંચ સમિતિ, પાંચ નિર્જરા, પાંચ અસ્તિકાયનું વર્ણન છે. રોહિણી, પુનર્વસુ, હસ્ત, વિશાખા, ધનિષ્ઠા નક્ષત્રોના પાંચ તારા તથા નારકી અને દેવોની પાંચ પલ્યોપમ અને પાંચ સાગરોપમની સ્થિતિનું કથન અને પછી પાંચ ભવ કરીને મોક્ષે જનારા ભવ સિદ્ધિક જીવોનો ઉલ્લેખ છે. આ રીતે પાંચમા સમવાયમાં દર્શન સંબંધી, ચારિત્ર સંબંધી અને તત્ત્વ સંબંધી વિવિધ વિષયો ઉપર ચિંતન છે. | १ | पंच किरिया पण्णत्ता, तं जहा- काइया अहिगरणिया पाउसिया पारितावणिया पाणाइवायकिरिया । पंच महव्वया पण्णत्ता, तं जहा- सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायाओ वेरमणं, सव्वाओ अदिण्णादाणाओ वेरमणं, सव्वाओ मेहुणाओ वेरमणं, सव्वाओ परिग्गहाओ वेरमणं । ભાવાર્થ – ક્રિયાઓ પાંચ છે, યથા– કાયિકકિયા- કાયા દ્વારા થતી ક્રિયા, અધિકરણિકી કિયાઅસ્ત્ર, શસ્ત્ર દ્વારા થતી ક્રિયા, પ્રાષિકી કિયા- દ્વેષ ભાવથી લાગતી ક્રિયા, પારિતાપનિકી ક્રિયાઅન્ય જીવોને પરિતાપ પહોંચાડવાથી લાગતી ક્રિયા, પ્રાણાતિપાતિકી કિયા- જીવહિંસાથી લાગતી ક્રિયા. મહાવ્રત પાંચ છે, યથા સર્વથા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુન વિરમણ, સર્વથા પરિગ્રહ વિરમણ. વિવેચન :
વિશ્વરિયા- ક્રિયા. ક્રિયાનો અર્થ કરણ' અને 'વ્યાપાર’ છે. કર્મ બંધનમાં કારણ ભૂત ચેષ્ટાઓને ક્રિયા કહે છે. મન, વચન અને કાયાના વ્યાપાર વિશેષને ક્રિયા કહે છે. કર્મનો આશ્રવ થાય એવી પ્રવૃત્તિ ક્રિયા કહેવાય છે. ક્રિયા કર્મબંધનું મૂળ છે અને સંસાર, જન્મમરણની જનની છે. સ્થાનાંગ સૂત્રમાં પણ ક્રિયાના જીવક્રિયા, અજીવક્રિયા અને જીવ–અજીવ ક્રિયાઓના ભેદ, પ્રભેદોની ચર્ચા છે. ત્યાં કુલ ૨૫ ક્રિયાઓનો ઉલ્લેખ છે. અહીં આ મુખ્યરૂપથી પાંચ ક્રિયાઓનો ઉલ્લેખ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં દસ ક્રિયાઓનું વર્ણન છે.
મળવા – મહાવ્રત. સર્વ પ્રકારે, હિંસા આદિનો ત્યાગ કરવો, તે મહાવ્રત કહેવાય છે, યથા