________________
બીજુ સમવાય
આયુવાળા કેટલાક અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિના જીવોની સ્થિતિ બે પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિના જીવોની સ્થિતિ બે પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક ગર્ભજ મનુષ્યોની સ્થિતિ બે પલ્યોપમની છે.
સૌધર્મ કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. સૌધર્મ કલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક બે સાગરોપમની છે. સનકુમાર કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમની છે. માહેન્દ્રકલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમથી અધિક છે.
४ जे देवा सुभं सुभकंत सुभवण्णं सुभगंधं सुभलेस्सं सुभफासं सोहम्मवडिंसगं विमाणं देवत्ताए उवण्णा, तेसिं णं देवाणं उक्कोसेणं दो सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवा दोण्हं अद्धमासाणं आणमंति वा पाणमंति वा, ऊससंति वा, णीससंति वा । तेसिंणं देवाणं दोहिं वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- જે દેવો શુભ, શુભકાંત, શુભ વર્ણ શુભગંધ, શુભલેશ્યા, શુભસ્પર્શવાળા સૌધર્માવલંસક નામના શ્રેષ્ઠ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. તે દેવો બે અર્ધમાસે (એક મહિને) આન-પ્રાણ અર્થાતુ ઉચ્છવાસ લે છે નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને બે હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે.
५ । अत्थेगइया भवसिद्धिया जीवा जे दोहिं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ - કેટલાક ભવ્યસિદ્ધિક જીવો બે ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુકત થશે, પરમ નિર્વાણ પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-ર સંપૂર્ણ