________________
[ ૧૨ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
- ત્રીજું સમવાય
– zzzzzzzzzzzzz
પરિચય :
પ્રસ્તુત સમવાયમાં ત્રણ-ત્રણ સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે. ત્રણ ગુપ્તિ, ત્રણ ગૌરવ, ત્રણ વિરાધના, મૃગશિર્ષ, પુષ્ય આદિ નક્ષત્રના ત્રણ– ત્રણ તારા, નરક અને દેવલોકના દેવોની ત્રણ પલ્યોપમ અને ત્રણ સાગરોપમની સ્થિતિ તથા ત્રણ ભવ કરીને મુકત થનારા કેટલાક ભવ સિદ્ધિક જીવો, આદિ વિષયોનું નિરૂપણ છે. | १ तओ दंडा पण्णत्ता, तं जहा - मणदंडे वयदंडे कायदंडे । तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा - मणगुत्ती, वयगुत्ती, कायगुत्ती । तओ सल्ला पण्णत्ता, तं जहा - मायासल्ले णं णियाणस ले णं मिच्छादसणसल्ले णं । तओ गारवा पण्णत्ता, तं जहा - इड्ढीगारवेणं रसगारवेणं सायागारवे णं। तओ विराहणा चण्णत्ता, तंजहा-णाणविराहणा दंसणविराहणा चरित्तविराहणा।
ભાવાર્થ :- દંડ ત્રણ છે, યથા-મનદંડ, વચનદંડ, કાયદંડ.ગુણિત્રણ છે, યથા -મનગુણિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ. શલ્ય ત્રણ છે, યથા – માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાદર્શનશલ્ય. ત્રણ ગર્વ (ગૌરવ) છે, યથા - ઋદ્ધિનો ગર્વ, રસનો ગર્વ, શાતાનો ગર્વ. વિરાધના ત્રણ છે, યથા – જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના.
વિવેચન :
દંડ- પ્રસ્તુતમાં ત્રણ પ્રકારના દંડનું કથન છે. બીજા સમવાયમાં અર્થદંડ – અનર્થદંડ રૂપે બે દંડનું કથન છે, તે કથન દંડના હેતુની અપેક્ષાએ છે. પ્રસ્તુતમાં દંડના સાધનની અપેક્ષાએ કથન છે. જેનાથી આત્મા દંડાય તે દંડ. પ્રયોજનવશ કે નિપ્રયોજન જે હિંસક પ્રવૃત્તિ કરવામાં આવે તે મન, વચન, કાયાના માધ્યમે થાય છે માટે અહીં મન, વચન, કાયાને દંડરૂપ કહયા છે.
દુપ્રવૃત્તિમાં સંલગ્ન મન, વચન, કાયા દંડરૂપ છે. તેનાથી ચારિત્રરૂ૫ ઐશ્વર્યનો નાશ થાય છે અને આત્મા દંડિત થાય છે. મન, વચન, કાયાની જે પ્રવૃત્તિ સંસારાભિમુખ છે, તે દંડ છે.
ત્તિ -ગુણિ. સમ્યજ્ઞાન પૂર્વક મન, વચન, કાયાની પ્રવૃત્તિનો વિરોધ કરવો, તેને ગુતિ કહે છે.