________________
શ્રી સમવાયાંગ સૂત્ર
વિસ્તારવાળો છે. સૌધર્મેન્દ્રનું પાલક નામનું યાન—વિમાન (યાત્રાના સમયે ઉપયોગમાં આવતું વિમાન) એક લાખ યોજનની લંબાઇ પહોળાઇવાળું છે. સર્વાર્થસિદ્ધ નામનું અનુત્તર મહાવિમાન એક લાખ યોજનની લંબાઇ પહોળાઇવાળું છે અર્થાત્ જંબુદ્વીપ, પાલકયાન (વિમાન) અને સર્વાર્થસિદ્ધ અનુત્તર મહાવિમાન, એ ત્રણે ય એક લાખ યોજનના સરખાં વિસ્તારવાળાં છે.
३
अद्दा णक्खत्ते एगतारे पण्णत्ते । चित्ता णक्खत्ते एगतारे पण्णत्ते । साई णक्खत्तेएगतारे पण्णत्ते ।
ભાવાર્થ :- આર્દ્રા નક્ષત્રનો એક તારો છે. ચિત્રા નક્ષત્રનો એક તારો છે. સ્વાતિ નક્ષત્રનો એક તારો છે. વિવેચન :
પ્રસ્તુતમાં આર્દ્ર, ચિત્રા, સ્વાતિ નક્ષત્રના એક–એક તારાનનું કથન છે. અહીં તારા શબ્દનો અર્થ 'નક્ષત્રોના વિમાન' થાય છે, જ્યોતિષ્ક દેવોના પાંચમા ભેદ રૂપ તારાનું અહીં કથન નથી. નક્ષત્રના વિમાન મોટા છે. તારાના વિમાન નાના છે અને તારાઓની સંખ્યા કોટાકોટિ પ્રમાણ છે. અહીં નક્ષત્રનો એક તારો કહ્યો છે, બીજા–ત્રીજા સમવાયાદિમાં બે, ત્રણ વગેરે તારાસંખ્યા નક્ષત્રની બતાવી છે, તેથી આ તારા શબ્દનો અર્થ નક્ષત્રના વિમાન સમજવો જરૂરી છે.
S
૪ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं एगं पलिओवमं ठिई पण्णत्ता। इमीसे णं रयणप्पभाए पुढवीए णेरइयाणं उक्कोसेणं एगं सागरोवमं ठिई पण्णत्ता। दोच्चाए पुढवीए णेरइयाणं जहण्णेणं एगं सागरोवमं ठिई पण्णत्ता। असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं एगं पलिओवमं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं उक्कोसेणं एगं साहियं सागरोवमं ठिई पण्णत्ता । असुरकुमारिंदवज्जियाणं भोमिज्जाणं देवाणं आत्थेगइयाणं एगं पलिओवमं ठिई पण्णत्ता | असंखिज्जवासाउय सण्णिपंचिंदिय तिरिक्ख जोणियाणं अत्थेगइयाणं एगं पलिओवमं ठिई पण्णत्ता । असंखिज्जवासाउय गब्भवक्कंतिय मणुयाणं अत्थेगइयाणं एगं पलिओवमं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- આ રત્નપ્રભા નરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ એક પલ્યોપમની છે. રત્નપ્રભા નરક પૃથ્વીના નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. બીજી શર્કરાપ્રભા નરક પૃથ્વીના નારકીઓની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. અસુરકુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમથી કઈક વધારે છે. અસુરકુમારેન્દ્રને છોડીને શેષ ભવનપતિના કેટલાક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક સંશી પંચેન્દ્રિય તિર્યંચ યોનીના જીવોની સ્થિતિ એક પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક