________________
પ્રથમ સમવાય
અને આજે જે સંવરે – આશ્રવ એક છે, સંવર એક છે. કર્મોના આવવાને આશ્રવ કહે છે. મિથ્યાત્વ, અવ્રત આદિ કર્મબંધના કારણરૂપ જીવના મલિન પરિણામો ભાવાશ્રવ છે અને તે મલિન પરિણામોથી કર્મ પગલોનું આવવું, તે દ્રવ્યાશ્રવ છે. બંને પ્રકારના આશ્રવમાં તેમ જ શ્રોતેન્દ્રિયાશ્રવાદિ આશ્રવના વીસ ભેદમાં આવવાપણાની અપેક્ષાએ ઐકય છે.
આવતા કર્મોને રોકવા, તે સંવર છે, સમ્યકત્વ, વ્રત પચ્ચકખાણ આદિ આવતા કર્મોને અટકાવવા રૂપ જીવના શુભ પરિણામો ભાવસંવર છે અને આવતા કર્મ પુદ્ગલોને અટકાવવા, તે દ્રવ્યસંવર છે. બંને પ્રકારના સંવરમાં તથા શ્રોતેન્દ્રિય સંવર આદિ સંવરના વીસ ભેદમાં કર્મોને રોકવાની સામ્યતા હોવાથી તે એક છે.
HIT વેચT- TAT fકારા :– વેદના એક છે. નિર્જરા એક છે.
કર્મના ફળનો અનુભવ કરવો "વેદના" છે. તે બે પ્રકારે છે. અબાધાકાળની સ્થિતિ પૂરી થતાં યથાસમયે કર્મનું વેદન કરવું, તે એક પ્રકાર છે અને જે કર્મ કાલાંતરમાં ઉદયમાં આવવાને યોગ્ય છે, તેને જીવ પોતાના અધ્યવસાય વિશેષથી સ્થિતિનો પરિપાક થતાં પહેલાં જ ઉદયાવલિકામાં ખેંચીને લાવે છે, તે ઉદીરણા છે. ઉદીરણા દ્વારા ખેંચીને લાવેલા કર્મનું વેદન કરવું તે બીજો પ્રકાર છે. બંને પ્રકારની વેદનામાં વેદન પ્રક્રિયા એક સમાન છે.
નિર્જરા એટલે સંચિત કર્મનો નાશ થવો. નિર્જરા બે પ્રકારની છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા. પ્રયત્ન અને જ્ઞાનપૂર્વક તપ આદિ ક્રિયાઓ દ્વારા કર્મોનો નાશ થવો, તે સકામ નિર્જરા છે. પરતંત્રતાના કારણે ભોગ-ઉપભોગનો નિરોધ થવાથી કર્મોનો નાશ થવો, તે અકામ નિર્જરા છે. જેમ નારકી અને તિર્યંચ ગતિઓમાં જીવ અસહ્ય વેદનાઓ, ઘોરાતિઘોર યાતનાઓ અને છેદનભેદનને સહન કરે છે તથા માનવજીવનમાં પણ લાચારીથી, અનિચ્છાપૂર્વક કષ્ટોને સહન કરે છે તે અકામ નિર્જરા છે. તે બે પ્રકારની છે – (૧) ઔપક્રમિક અથવા અવિપાક નિર્જરા. (૨) અનૌપક્રમિક અથવા સવિપાક નિર્જરા છે. તપ આદિ વિશેષ પુરુષાર્થથી કર્મ ફળનો અનુભવ કર્યા વિના જ કર્મોને ખંખેરી નાખવા અવિપાક નિર્જરા છે. સ્વાભાવિક રૂપે પ્રતિસમય કર્મોનાં ફળ નું વેદન કરીને કર્મોને ખપાવતા જવું સવિપાક નિર્જરા છે. પ્રતિપળ-પ્રતિક્ષણ પ્રત્યેક પ્રાણીને સવિપાક નિર્જરા થતી જ રહે છે. તપરૂપી અગ્નિથી કર્મોને ફળ દીધા પહેલાં જ ભસ્મ કરી દેવાં તે ઔપક્રમિક નિર્જરા છે. નિર્જરા આ સર્વ ભેદમાં કર્મોના છૂટવાપણાની અપેક્ષાએ સમાનતા છે.
આ રીતે આ સૂત્રમાં કથિત સર્વ પ્રતિપક્ષી પદાર્થો સંગ્રહનયની અપેક્ષએ એક છે. | २ जंबुद्वीवेण दीवे एगं जोयसहस्सं आयामविक्खंभेणं पण्णत्ते । पालए जाणविमाणे एगं जोयणसयसहस्सं आयाम विक्खंभेणं पण्णत्ते । सव्वट्ठसिद्ध महाविमाणे एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं पण्णत्ते । ભાવાર્થ :- જંબૂઢીપ નામનો પ્રથમ ટ્રીપ લંબાઈ–પહોળાઈની અપેક્ષાએ એક લાખ યોજનના