________________
શ્રી સમવાયાંગ સૂત્ર
સર્વ દ્રવ્યોમાં અનેક પ્રકારે વિવિધતા હોવા છતાં અવત્ત્વની અપેક્ષાએ સામ્યના હોવાથી તે સર્વ એક છે. ફ્લેવર્તે – દંડ એક છે. આત્માને દડિત કરે, વિવિધ ગતિમાં પરિભ્રમણ કરાવે, તેવી મન, વચન, કાયાની કર્મજન્ય પ્રવૃત્તિને દંડ કહે છે. તે ત્રોમાં દંડત્વની અપેક્ષાએ સામ્યતા હોવાથી દંડ એક છે.
ો અવંદે – અદંડ એક છે. મન, વચન, કાયાની દંડજન્ય પ્રવૃત્તિના અભાવને અદંડ કહે છે અહિંસા, સત્ય આદિની આરાધના અદડરૂપ છે. તેમાં પણ અદંડત્વની અપેક્ષાએ એકત્વ છે.
નાિિરયા-શા અિિરયા :- ક્રિયા એક છે– અક્રિયા એક છે. જીવ દ્વારા કરાય તે ક્રિયા અથવા મન, વચન, કાયાની પ્રવૃત્તિને ક્રિયા કહે છે. તેમાં બે ભેદ છે– ઐર્યાપથિક ક્રિયા અને સાંપરિક ક્રિયા તથા ક્રિયાના કાયિકી આદિ પાંચ અથવા પચ્ચીસ ભેદ પણ થાય છે. તેના અનેક ભેદ–પ્રભેદ છે. તે દરેકમાં કરવાપણાની સામ્યતા હોવાથી ક્રિયા એક છે.
તેવી જ રીતે કરવાપણાના અભાવરૂપ અક્રિયા પણ એક છે.
ને લો-ને અલોય્ :- લોક એક છે, અલોક એક છે. ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો જ્યાં સ્થિત છે, તે લોક છે અને તેનાથી પર જયાં કેવળ આકાશ દ્રવ્ય હોય, તે અશ્લોક છે. લોકના ઊર્ધ્વ, અધો અને તિર્યશ્લોક અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવલોકની અપેક્ષાએ ભેદ થાય છે પરંતુ સંગ્રહનયની અપેક્ષાએ લોક અને અલોક એક છે.
ને ધર્મો-ને અધર્મો :– ધર્માસ્તિકાય એક છે, અધર્માસ્તિકાય એક દ્રવ્ય છે.
ગતિશીલ જીવ અને પુદગલની ગતિક્રિયામાં સહાયક દ્રવ્યને ધર્માસ્તિકાય અને સ્થિતિક્રિયામાં સહાયક દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે. તે બંને લોક વ્યાપી એક અખંડ દ્રવ્ય રૂપ છે, માટે તે બંને એક છે.
ો પુષ્ણે-ખે પાવે :- પુણ્ય એક છે, પાપ એક છે.
જે પ્રવૃત્તિથી શારીરિક, માનસિક, સાંયોગિક સર્વ પ્રકારની અનુકુળતાઓ પ્રાપ્ત થાય, તે પુણ્યકર્મ છે. તેનો બંધ નવ પ્રકારે થાય છે અને જે પ્રવૃત્તિથી સર્વ પ્રકારની પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય, તે પાપકર્મ છે. તેનો બંધ અઢાર પ્રકારે થાય છે. પુણ્યકર્મ અને પાપકર્મના ક્રમશઃ નવ કે અઢારભેદમાં પુછ્યુત્ત્વ અને પાપત્ત્વની અપેક્ષાએ ઐકય છે.
ને વર્ષ-ને મોન્તુ :- બંધ એક છે, મોક્ષ એક છે.
-
કષાય અને યોગની પ્રવૃત્તિથી આત્મા એકક્ષેત્રાવગાઢ કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે અને તે આત્મા સાથે ક્ષીર–નીરની જેમ એકમેક થઇ જાય, તે બંધ છે. તેના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ રૂપ ચાર ભેદ છે. તેમાં બંધત્ત્વની અપેક્ષાએ ઐકય છે.
બંધાયેલા સર્વ કર્મપુદ્ગલો આત્માથી સર્વથા મુકત થાય, તેને મોક્ષ કહે છે. તેના દ્રવ્યમોક્ષ · રૂપ ભેદમાં મુકત થવા રૂપ સમાનતા હોવાથી તે એક છે.
ભાવમોક્ષ