________________
પ્રથમ સમવાય.
- પ્રથમ સમવાય ////P////2/2eEye/Ge/
પરિચય :
આ સમવાયમાં જીવ, અજીવ, આદિ તત્ત્વોનું પ્રતિપાદન કરતાં આત્મા, અનાત્મા, દંડ, અદંડ, ક્રિયા, અક્રિયા, લોક, અલોક, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ, આશ્રવ, સંવર, વેદના, નિજરા આદિ વિષયોને સંગ્રહનયની દષ્ટિથી એક– એક કહ્યા છે. ત્યાર પછી એક લાખ યોજનની લંબાઈ–પહોળાઈવાળા જંબુદ્વીપ, સર્વાર્થસિદ્ધ વિમાન આદિનો ઉલ્લેખ છે. એક સાગરની સ્થિતિવાળા નારકી, દેવ, આદિનું વિવરણ છે.
Tને આયા, ને મળવા ને સંડે, ને અવI IIT જિરિયા, एगा अकिरिया । एगे लोए, एगे अलोए । एगे धम्मे, एगे अधम्मे । एगे पुण्णे, एगे पावे । एगे बंधे, एगे मोक्खे । एगे आसवे, एगे संवरे । एगा वेयणा, एगा णिज्जरा । ભાવાર્થ :- આત્મા એક છે, અનાત્મા એક છે, દંડ એક છે, અદંડ એક છે. ક્રિયા એક છે, અક્રિયા એક છે. લોક એક છે, અલોક એક છે. ધર્મ એક છે, અધર્મ એક છે. પુણ્ય એક છે, પાપ એક છે. બંધ એક છે, મોક્ષ એક છે. આશ્રવ એક છે, સંવર એક છે. વેદના એક છે, નિર્જરા એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શાસ્ત્રકારે જૈનદર્શનના મૂળભૂત તત્ત્વોનું પ્રતિપાદન કર્યું છે. તેમાં સંગ્રહાયની અપેક્ષાએ પ્રત્યેક પદાર્થોમાં એકત્ત્વનું કથન છે.
ને આવા :- આત્મા એક છે. ભારતીય દર્શનોમાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન આત્માના સ્વરૂપ વિષયક છે. બ્રહ્માદ્વૈતવાદી વગેરે કેટલાક દાર્શનિકો આત્માને એક માને છે, કેટલાક અનેક માને છે. કેટલાક આત્માને અંગુષ્ઠ પ્રમાણ અને કેટલાક તેને વ્યાપક માને છે. કેટલાક નિત્ય અને કેટલાક અનિત્ય માને છે. જૈન દાર્શનિકોએ અનેકાંત દષ્ટિકોણથી વિચારણા કરીને આત્માનું સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. આત્મા અનંત હોવા છતાં સર્વ જીવોનું ચૈતન્ય તત્ત્વ એક સમાન હોવાથી સંગ્રહનયની અપેક્ષાએ આત્મા એક છે.
પ્રત્યેક જીવો અસંખ્યાત પ્રદેશી હોવાથી પ્રદેશોની અપેક્ષાએ પણ એક સમાન છે.
ને મળવા - અનાત્મા એક છે. આત્મા સિવાયના અજીવ-જડ દ્રવ્યોમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલદ્રવ્ય, આ પાંચ દ્રવ્યોનો સમાવેશ થાય છે, તે