________________
શ્રી સમવાયાંગ સૂત્ર
૩. સ્થાનાંગસૂત્ર:- તેમાં એકથી લઈને દશ સ્થાન દ્વારા એક–એક, બે-બે વગેરેની સંખ્યાવાળાં
પદાર્થો અને સ્થાનોનું નિરૂપણ છે. ૪. સમવાયાંગસૂત્ર – તેમાં એક—બે વગેરે સંખ્યાવાળા પદાર્થોથી લઈને હજારો પદાર્થોના સમુદાયનું
નિરૂપણ છે. તેમાં દ્વાદશાંગીના પરિચય રૂપે નિરૂપણ છે. વ્યાખ્યાપ્રાપ્તિસૂત્ર:- તેમાં ગણધર દેવો દ્વારા પૂછાયેલા ૩૬ હજાર પ્રશ્નો અને ભગવાન દ્વારા અપાયેલા ઉત્તરોનું સંકલન છે. જ્ઞાતાધર્મકથાંગસૂત્ર:- તેમાં પરિષહ-ઉપસર્ગોના વિજેતા પુરુષોનાં અર્થગર્ભિત દષ્ટાંતો તેમજ ધાર્મિક પુરુષોની કથાઓનું વિવેચન છે. ઉપાસકદશાંગસૂત્ર :- તેમાં શ્રાવકના પરમધર્મનું વિધિવત્ પાલન કરનાર અને અંત સમયમાં સંખનાની આરાધના કરનારા દશ મહાશ્રાવકોનાં ચરિત્રોનું વર્ણન છે. અંતકતદશાંગસત્ર:- તેમાં પરીષહ અને ઉપસર્ગને સહન કરી કેવળજ્ઞાની થઈને અંતર્મુહુર્તમાં
જ કર્મોને ખપાવી મુક્ત થનાર મહાન અણગારોનાં ચરિત્રોનું વર્ણન છે. ૯. અનુત્તરોપપાતિકસૂત્ર:- તેમાં તપ સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને અંતેમાં સમાધિપૂર્વક
પંડિતમરણ પ્રાપ્ત કરી પાંચ અનુત્તર મહાવિમાનમાં ઉત્પન્ન થનાર અણગારોનું વર્ણન છે. ૧૦. પ્રશ્રવ્યાકરણસત્ર:- તેમાં સ્વ સમય, પર સમય અને સ્વ-પર (ઉભય) સમય વિષયક પ્રશ્નોનાં,
મંત્ર, વિદ્યા વગેરેનાં સાધનોનું અને તેના અતિશયોનું વર્ણન હતું. વર્તમાનમાં તેની જગ્યાએ પાંચ
આશ્રવ અને પાંચ સંવરનું સાંગોપાંગ નિરૂપણ છે. ૧૧. વિપાકસૂત્ર – તેમાં મહાપાપ કરનાર અને તેના ફળ સ્વરૂપ ઘોર દુઃખ પામનાર પાપી પુરુષો
તથા મહાન પુણ્ય ઉપાર્જન કરનાર તથા તેનાં ફળ સ્વરૂપ સાંસારિક સુખોને પ્રાપ્ત કરનાર પુણ્યાત્મા
પુરુષોનાં ચરિત્રોનું વર્ણન છે. ૧૨. દષ્ટિવાદસૂત્ર:- તેમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વ, અનુયોગ અને ચૂલિકા નામના પાંચ મોટા અધિકારો
દ્વારા ગણિતશાસ્ત્રનું, ૩૬૩ અન્ય માન્યતાઓનું, ચૌદ પૂર્વોનું, મહાપુરુષોનાં ચરિત્રોનું, તેમજ જળ માર્ગી, આકાશમાર્ગી આદિ વિદ્યાઓનું, પાંચ ચૂલિકાઓનું વિસ્તૃત વિવેચન છે. આ અંગશાસ્ત્ર સૌથી મોટું શાસ્ત્ર છે. જગતનું સંપૂર્ણ શ્રુત તેમાં સમાવિષ્ટ થાય છે. વર્તમાને તે ઉપલબ્ધ નથી.
આ દ્વાદશાંગ ગ્રુતને ગણિપિટક કહેવાનો અભિપ્રાય એ છે કે, જેમ "પિટક" - પટારો, પેટી, મંજૂષા કે બોક્ષમાં કોઇ પણ વેપારી પોતાની મૂલ્યવાન વસ્તુઓને સુરક્ષિત રાખે છે, તેવી જ રીતે જિનવાણીરૂપ આ દ્વાદશાંગ સૂત્રને સુરક્ષિત રાખવા માટે ગણિ અર્થાત્ આચાર્યોની આ પિટક-મંજૂષા છે. તેનો વિશેષ પરિચય સ્વયં સૂત્રકારે આ જ સૂત્રના 'ગણિપિટક' નામના પ્રકરણમાં આપ્યો છે.
ooo