________________
| શ્રી સમવાયાંગ સૂત્ર
– સમવાયાંગ સૂત્ર
|
| १ | इह खलु समणेणं भगवया महावीरेणं जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं इमे दुवालसंगे गणिपिडगे पण्णत्ते तं जहा
आयारे सूयगडे ठाणे समवाए विवाहपण्णत्ती णायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अणुत्तरोववाइदसाओ पण्हावागरणं विवागसुयं दिट्ठिवाए।
तत्थ णं जे चउत्थे समवाए त्ति आहिए तस्स णं अयमढे पण्णत्ते । તં નહીં
ભાવાર્થ :- આ જિનશાસનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યાવતુ જેણે સિદ્ધગતિ નામના અનુપમ મોક્ષ સ્થાનને પ્રાપ્ત કર્યું છે, તેઓએ ગણિપિટકમાં આ બાર અંગ સૂત્રો ફરમાવ્યાં છે, તે આ પ્રમાણે છે –
(૧) આચારાંગ સૂત્ર (૨) સૂત્રકૃતાંગ સૂત્ર (૩) સ્થાનાંગ સૂત્ર (૪) સમવાયાંગ સૂત્ર (૫) વ્યાખ્યાપ્રજ્ઞતિ સૂત્ર (૬) જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર (૭) ઉપાસકદશાંગ સૂત્ર (૮) અંતકૃતદશાંગ સૂત્ર (૯) અનુત્તરીપપાતિકદશાંગ સૂત્ર (૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧) વિપાક સૂત્ર (૧૨) દૃષ્ટિવાદ સૂત્ર.
તે દ્વાદશાંગ ધૃતરૂ૫ ગણિપિટકમાં સમવાયાંગ નામના આ ચોથા અંગ સૂત્રનો અર્થ આ પ્રમાણે કહયો છે– વિવેચન :
ગણપિટક:- બાર અંગશાસ્ત્રો ગણિપિટક'ના નામે વિખ્યાત છે. ગણિ એટલે આચાર્ય અને પિટક એટલે પેટી. આચાર્યનો જ્ઞાન ખજાનો, જ્ઞાનભંડાર. આચાર્ય માટેના જ્ઞાનભંડારને ગણિપિટક કહે છે, તેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે
આચારાંગસુત્ર :- તેમાં સાધુજનોનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, આ પાંચ પ્રકારના આચાર ધર્મનું વિવેચન છે. સૂત્રકતાંગસત્ર :- તેમાં સ્વમત–પરમતનું સાંકેતિક વર્ણન છે. તથા સાધ્વાચારનું અને જીવાદિ તત્ત્વોનું વર્ણન છે.