________________
છે. બૌદ્ધ ગ્રંથ 'લલિત વિસ્તરા' માં ચોંસઠ લિપિઓનાં નામ આવે છે. તે નામોની સાથે સમવાયાંગમાં આવેલ લિપિઓના વર્ણનની તુલના કરી શકાય છે. એકસોમા સમવાય પછી ક્રમશઃ ૧૫૦-૨૦૦-૨૫૦-૩૦૦-૩૫૦-૪૦૦-૪૫૦-૫૦૦ યાવત્ ૧૦૦૦, ૨૦૦૦ થી ૧૦૦૦૦ થી એક લાખ તેનાથી ૮ લાખ અને કરોડની સંખ્યા વાળા જુદા જુદા વિષયોનું આ સમવાયાંગમાં સંકલન કરેલ છે. અહીં અમે થોડા મુખ્ય વિષયોના સંબંધમાં જ ચિંતન પ્રસ્તુત કરી રહ્યા છીએ. ભગવાન મહાવીરના તીર્થંકર ભવની પહેલાંના છઠ્ઠા પોટ્ટિલના ભવનું વર્ણન છે. આવશ્યક નિર્યુક્તિની ગાથા ૪૪૮માં પ્રભુ મહાવીરના ૨૭ ભવોનું વિસ્તારથી વર્ણન છે. તેમાં નંદનના જીવે પોટ્ટિલ પાસે દીક્ષા અંગિકાર કરી અને નંદનના પહેલાંના ભવોમાં પોટ્ટિલનો ઉલ્લેખ નથી. તેમજ આવશ્યક ચૂર્ણિમાં કે નથી આ ઉલ્લેખ આવશ્યક હરિભદ્રીયા વૃત્તિ, આવશ્યક મલગિરિ –વૃત્તિ અને મહાવીર ચરિયું આદિમાં પણ ક્યાંય આવેલ નથી. આચાર્ય અભયદેવે પ્રસ્તુત આગમની વૃત્તિમાં તે સ્પષ્ટ કરેલ છે કે પોટ્ટિલ નામના રાજકુમારનો એક ભવ, ત્યાંથી દેવ થયા. તે બીજો ભવ ત્યાંથી ચ્યવીને ક્ષત્રા નામની નગરીમાં નંદન નામના રાજપુત્ર થયા. તે ત્રીજો ભવ ત્યાંથી દેવલોકમાં ગયા તે ચોથો ભવ, ત્યાંથી દેવાનંદાના ગર્ભમાં આવ્યા તે પાંચમો ભવ અને ત્યાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષીમાં લાવવામાં આવ્યાં તે છઠ્ઠો ભવ. આ પ્રમાણે ગણતરી કરવાથી પોટ્ટિલનો છઠ્ઠો ભવ ઘટી શકે છે.
સમવાયાંગ સૂત્રમાં આવેલા તીર્થંકરોની માતાઓના નામથી દિગમ્બર પરંપરામાં તેઓનાં નામ કંઈક પૃથક્ રૂપમાં આવેલ છે. તે આ પ્રમાણે છે. મરુદેવી વિજયસેના, સુસેના, સિદ્ધાર્થા, મંગલા, સુસીમા, પૃથ્વીસેના, લક્ષ્મણા જયરામા (રામા), સુનંદા, નંદા(વિષ્ણુશ્રી) જાયાવતિ(પાટલા), જયશ્યામા (શર્મા), શર્મા (રેવતી) સુપ્રભા(સુવ્રતા) ઐરા, શ્રીકાન્તા(શ્રીમતી)મિત્રસેના, પ્રજાવતી, (રક્ષિતા) સોમા, (પદ્માવતી) વપિલ્લા (વપ્રા) શિવાદેવી, વામાદેવી, પ્રિયકારિણી, ત્રિશલા, આવશ્યક, નિર્યુક્તિ, ગાથા ૩૮૫–૩૮૬ માં પણ તેનું નામ મળે છે. આગામી ઉત્સર્પિણીના તીર્થંકરોનાં નામ જે સમવાયાંગમાં આવેલ છે તે નામ જેમ છે તેમ જ પ્રવચનસારમાં મળે છે. પરંતુ લોક પ્રકાશ સર્ગ-૩૮ શ્લોક ૨૯૬ માં પણ નામ આવેલ છે. તે ક્રમની દૃષ્ટિથી પૃથક્ એટલે જુદાં છે. જિનપ્રભસૂરિ કૃત પ્રાકૃત દિવાળી કલ્પમાં બતાવેલા નામો અને ક્રમમાં અંતર છે. દિગમ્બર પરંપરામાં ગ્રંથોમાં આગામી ચોવીસીના નામ આ પ્રમાણે મળે છે. (૧) શ્રી મહાપદ્મ (૨) સુરદેવ (૩) સુપાર્શ્વ (૪) સ્વયંપ્રભુ (૫)
42