________________
ખરશ્રાવિતા' પડેલહોય. છઠ્ઠીલિપિનું નામ 'પકારાદિકા' છે. જેનું પ્રાકૃત રૂપ 'પહારાઈયા' પઆરાઈયા' થઈ શકતું હોય. સંભવ છે કે પકાર બહુ હોવાથી કે પકારથી શરૂ થતી હોવાના કારણે તેનું નામ 'પકારાદિકા' પડેલ હોય. અગિયારમી લિપિનું નામ "નિહ્નવિકા" છે. નિદ્ભવ શબ્દનો પ્રયોગ જૈન પરંપરામાં છુપાવવાના અર્થમાં પ્રયોજાયેલ છે. જે લિપિ ગુપ્ત હોય અથવા સાંકેતિક હોય તે નિહ્નવિકા હોઈ શકે છે. વર્તમાનમાં સંકેત લિપિનો પ્રચાર અતિ ઝડપી લિપિના રૂપમાં છે. પ્રાચીન યુગમાં આ પ્રકારની જેમ કોઈ સાંકેતિક લિપિ રહી હશે. જે નિહ્નવિકા નામથી બોલાતી-સંભળાતી હશે. બારમી લિપિનું નામ "અંક લિપિ" છે. આંકડાઓથી બનેલી લિપિ અંક લિપિ હોવી જોઈએ. આચાર્ય કુમુદેએ 'ભૂવલય- ગ્રંથનું ઉફૅકન આ લિપિમાં કરેલ છે. આ ગ્રંથ વેલપ્પા શાસ્ત્રીની પાસે હતો, જે વિશ્વેશ્વરમના રહેવાસી હતા, તેમાં જુદા જુદા વિષયોનું સંકલન થયેલ છે અને અનેક ભાષાઓનો પ્રયોગ પણ કરેલ છે. એલપ્પા શાસ્ત્રીના કહેવા પ્રમાણે તેમાં એક કરોડ શ્લોક અને તેને ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ વિશ્વનું મહાન આશ્ચર્ય કહેલ છે.
તેરમી લિપિ ગણિતલિપિ' છે. ગણિતશાસ્ત્ર સંબંધી સંકેતોના આધાર પર આધારિત હોવાથી લિપિ ગણિતલિપિ' ના રૂપમાં પ્રચલિત છે અર્થાત્ સંભળાઈ રહી છે. ચૌદમી લિપિનું નામ 'ગાંધર્વલિપિ' છે. તે લિપિ ગંધર્વ જાતિની એક વિશિષ્ટલિપિ હતી. પંદરમી લિપિનું નામ "ભૂતલિપિ" છે. ભૂતાન દેશમાં પ્રચલિત હોવાના કારણે તે લિપિને ભૂત લિપિ કહેવાતી હશે. ભૂતાનને જ વર્તમાનમાં ભૂટાન કહે છે અથવા ભોટ યા ભોટિયા તથા ભત જાતિમાં પ્રચલિત લિપિ રહી હશે. સંભવતઃ પૈશાચી ભાષાની લિપિ ભતલિપિ કહેવાતી હશે. ભૂત અને પિશાચ એ બન્ને શબ્દનો એક અર્થ થતો હોય. માટે પૈશાચી લિપિને ભૂત લિપિ કહેવાતી હશે. જે લિપિ ખૂબ સુંદર અને આકર્ષક રહી હશે. તે સોળમી લિપિ આદર્શ લિપિ'ના રૂપમાં તે સમયે પ્રસિદ્ધ થયેલ હશે. તે લિપિ ક્યાં પ્રચલિત હતી તે હજી સુધી લિપિ વિશેષજ્ઞ' નિર્ણય નથી કરી શક્યા. સત્તરમી લિપિનું નામ "માહેશ્વરી” લિપિ છે. માહેશ્વરી વૈશ્યવર્ણમાં એક જાતિ છે. તે જાતિની વિશિષ્ટ લિપિ પ્રાચીન કાળમાં પ્રચલિત રહી હશે. અને તેને માહેશ્વરી લિપિ કહેવાતી હશે. અઢારમી લિપિ બ્રાહ્મીલિપિ છે. તે લિપિ દ્રવિડોની રહી હશે. નામથી સ્પષ્ટ છે કે પુલિંદ લિપિનો સંબંધ આદિવાસીઓ સાથે રહેલ હશે. અથવા આજ સુધી તે બધું અનુમાન જ છે. તેના સાચા સ્વરૂપનો નિશ્ચય કરવાને માટે અધિક અન્વેષણાની અપેક્ષા
O) 0 -
41