________________
નિરૂપણ કરેલ છે. ક્ષેત્રની દષ્ટિથી લોક,અલોક, સિદ્ધશિલા આદિ પર પ્રકાશ પાડેલ છે. કાળની દષ્ટિથી સમય, આવલિકા, મુહૂર્ત આદિથી લઈને પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી અને પુગલ પરાવર્તન તેમજ ચાર ગતિના જીવોની સ્થિતિ આદિ પર ચિંતન કરેલ છે. ભાવની દષ્ટિથી જ્ઞાન, દર્શન, ચારિત્ર તેમજ વીર્ય આદિ જીવના ભાવોનું પણ વર્ણન કરેલ છે અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન આદિ અજીવ ભાવોનું વર્ણન કરેલ છે અને વર્ણ, ગંધ, રસ, સંસ્થાન, સ્પર્શ આદિ અજીવ ભાવોનું પણ વર્ણન કરેલ છે.
બધા સમવાયોનો સાર પોત પોતાના સમવાયમાં જ આપવામાં આવેલ છે, કંઈક વિષયોની વિચારણા અહીં કરી લઈએ. લિપિ વિચાર :૪૬ મા સમવાયમાં બ્રાહ્મીલિપિના ઉપયોગમાં આવતા અક્ષરોની સંખ્યા ૪૬ બતાવેલ છે. આચાર્ય અભયદેવે આ આગમની વૃત્તિમાં આ સ્પષ્ટ કરેલ છે કે ૪૬ અક્ષર 'આકાર' થી લઈને 'ક્ષ' સહિત હકાર સુધી હોવા જોઈએ. તેમણે ૪, , લુ અને લુ ગણ્યા નથી, બાકીના અક્ષરો લીધેલા છે. અઢારમા સમવાયમાં લિપિઓના સંબંધમાં બ્રાહ્મીલિપિનું નામ બતાવેલ છે. આચાર્ય અભયદેવે આ લિપિઓના સંબંધમાં સ્પષ્ટ લખેલ છે કે તેમને તે લિપિઓના સંબંધમાં કોઈ પણ પ્રકારનું વિવરણ મળેલ નથી. તેથી તેઓ તેનું વિવરણ આપી શકયા નથી. આધુનિક શોધ પછી તે સંબંધમાં આમ કહી શકાય છે કે અશોકના શિલાલેખ જે લિપિથી લખેલ છે તે બ્રાહ્મી લિપિ છે. યવનોની લિપિ યાવની લિપિ છે જે આજે અરબી અને ફારસી લિપિમાં છે. ખરોષ્ઠી લિપિ ગાંધાર દેશમાં પ્રચલિત હતી. તે લિપિ જમણી બાજુથી શરુ કરીને ડાબી બાજુ લખવામાં આવે છે. ઉત્તર પશ્ચિમના સીમાના અંત પ્રદેશમાં અશોકના જે બે શિલાલેખો મળેલા છે તેમાં આ લિપિનો ઉપયોગ કરવામાં આવેલ છે. અર્થાત્ ખરોષ્ઠી લિપિ છે. ખર અને ઓષ્ઠ તે બે શબ્દોથી ખરોષ્ઠ શબ્દ બનેલ છે. ખર ગધેડાને કહે છે. બની શકે કે આ લિપિનો વળાંક ગધેડાના હોઠની જેમ હોય માટે આ લિપિનું નામ ખરોષ્ઠી ખોષ્ઠિકા અથવા ખરોષ્ટ્રિકા પડેલ હોય. પાંચમી લિપિનું નામ ખરશ્રાવિતા' છે. ખરના સ્વરની જેમ જે લિપિનું ઉચ્ચારણ કર્ણકટુ હોય અર્થાત્ કાનને સાંભળવું ન ગમે તેવું હોય અને જેના કારણે જ તે લિપિનું નામ
40