________________
શૈલી - સ્થાનાંગ અને સમવાયાંગની પ્રસ્તુત કોષ શેલી બૌદ્ધ પરંપરામાં અને વેદિક પરંપરામાં પણ પ્રાપ્ત થાય છે. બૌદ્ધ ગ્રંથ અંગુત્તરનિકાય, પુગ્ગલપંજતિ, મહાવ્યુત્પત્તિ ધર્મસંગ્રહમાં આ રીતે વિચારોનું સંકલન કરેલ છે.
મહાભારત વનપર્વના ૧૩૪ મા અધ્યાયમાં નંદી અને અષ્ટાવક્રનો સંવાદ છે. તેમાં બન્ને પક્ષોવાળા એકથી લઈને તેર વસ્તુઓ સુધીની પરિગણના કરે છે. પ્રાચીન યુગમાં લેખન સામગ્રીની ઘણી અલ્પતા હતી, એટલા માટે સ્મૃતિની સરળતા માટે સંખ્યા પ્રધાનશૈલી અપનાવેલ હતી.
સમવાયાંગમાં સંગ્રહ પ્રધાન કોષ-શૈલી હોવા છતાં કોઈક જગ્યાએ આ શૈલી શરૂઆતથી છેવટ સુધી એકરૂપ નથી. ઉદાહરણના રૂપમાં અનેક સ્થાનો પર વ્યક્તિઓના ચરિત્ર આવેલાં છે. પર્વતોનાં વર્ણન આપેલાં છે. કેટલાક જીવો એક જ ભવમાં સિદ્ધિને પ્રાપ્ત કરશે તેની પછી બે થી લઈને તેત્રીસ સંખ્યા સુધી આ પ્રતિપાદન કરેલ છે. તેનાથી આગળ કોઈ કથન નથી. તેના કારણે જિજ્ઞાસુઓના મનમાં આ પ્રશ્ન ઊભો થાય છે કે ચોત્રીસ ભવ અને તેનાથી વધારે ભવવાળા સિદ્ધિ પ્રાપ્ત કરશે કે નહીં? આનું સમાધાન એ છે કે, તેત્રીસ સિવાયનાં બધાં સમવાયમાં તે સંખ્યાના ભવોથી મોક્ષે જવાવાળા જીવોનું હોવું, ઉપલક્ષણથી સમજી લેવું જોઈએ.
આ વાત અમે પહેલાં પણ બતાવી ગયા છીએ કે સંખ્યાની દષ્ટિથી પ્રસ્તુત આગમમાં વિષયોનું પ્રતિપાદન કરેલ છે, માટે આ આવશ્યક નથી કે તે વિષયોની પછી બીજા વિષયો તેના અનુરૂપ હોય. દરેક વિષયો સંખ્યા દષ્ટિથી પોતે પોતાના રૂપમાં પરિપૂર્ણ છે. તો પણ આચાર્ય અભયદેવે પોતાની વૃત્તિમાં એક વિષયને બીજા વિષયની સાથે સંબંધ સંસ્થાપિત કરવાનો પ્રયાસ કરેલ છે. ક્યારેક ક્યારેક તેમને પૂર્ણ સફળતા મળેલ છે તો ક્યાંક ક્યાંક એવું પ્રતિત થાય છે કે વૃત્તિકારે પોતાના તરફથી હઠથી સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરેલ હોય, આ પ્રકારની શૈલીમાં એક સૂત્રનો બીજા સૂત્ર સાથે સંબંધ હોય તે આવશ્યક નથી. સંખ્યાની દ્રષ્ટિથી જે વિષય સામે આવ્યો તેનો આ આગમમાં સમાવેશ કરેલ છે. ચતુષ્ટયની દષ્ટિથી વર્ણન :
સમવાયાંગમાં દ્રવ્યની દૃષ્ટિથી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, આદિનું
0
39