________________
સર્વાત્મભૂ (૬) શ્રી દેવ (૭) કુલપુત્રદેવ (૮) ઉદંગદેવ (૯) પ્રૌષ્ઠિક દેવ (૧૦) જયકીર્તિ (૧૧) મુનિસુવ્રત (૧૨) અરહ (૧૩) નિષ્પાપ (૧૪) નિષ્કષાય (૧૫) વિપુલ (૧૬) નિર્મલ (૧૭) ચિત્રગુપ્ત (૧૮) સમાધિમુક્ત (૧૯) સ્વયંભૂ (૨૦) અનિવૃત્ત (ર૧) જયનાથ (૨૨) શ્રી વિમલ (૨૩) દેવપાલ (૨૪) અનંત વીર્ય. દિગમ્બર ગ્રંથોમાં અતીત=ભૂતકાળમાં થઈ ગયેલ ચોવીસીનાં નામ પણ મળે છે.
આ સમવાયાંગમાં કુલકરોનો ઉલ્લેખ થયો છે. ઠાણાંગ સૂત્રમાં અતીતભૂતકાલિન ઉત્સર્પિણીના દશ કુલકરોનાં નામ આવે છે, તો સમવાયાંગમાં સાત નામ છે અને નામોમાં ફરક પણ છે. કુલકર તે યુગ-સમયના વ્યવસ્થાપક છે. જ્યારે માનવ પારિવારિક, સામાજિક, રાજશાસકીય અને આર્થિક બંધનોથી સંપૂર્ણ રીતે ભક્ત હતા. તેઓને ખાવાની કે પહેરવાની કોઈ ચિંતા ન હતી. વૃક્ષો પાસેથી તેઓને (મનની) ઈચ્છા પ્રમાણે વસ્તુઓ મળી જતી હતી. તેઓ સ્વતંત્ર જીવન જીવવાવાળા હતા. સ્વભાવની દષ્ટિથી તેઓ અત્યંત ઓછા કષાયવાળા હતા. તે યુગ-સમયમાં જંગલોમાં હાથી-ઘોડા-ગાય, બળદ વગેરે પશુઓ હતાં. પરંતુ તે પશુઓનો તેઓ ઉપયોગ કરતા ન હતા, આર્થિક દૃષ્ટિથી જોઈએ તો કોઈ શ્રેષ્ઠીઓ ન હતા, કે ન કોઈ અનુચર હતા, આજની સમાન રોગોનો ત્રાસ પણ ન હતો અર્થાત્ વ્યાધિથી પીડાતા ન હતા. જીવનભર સુધી વાસનાઓથી મુક્ત રહેતા હતા. જીવનની સંધ્યા સમયે અર્થાત્ પાછલી જિંદગીમાં જે ભાઈ બહેન હતાં તે પતિ-પત્નિના રૂપમાં ફેરવાઈ જતાં અને તે બન્ને સંસાર ભોગવવાના ફળ સ્વરૂપે માત્ર બે જ સંતાન-એક જોડલાને જન્મ આપતાં જેમાં એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપતાં હતાં. તે બાળકોનું ૪૯ દિવસ પાલન પોષણ કરતાં અને મરણ શરણ થઈ જતાં, અર્થાત્ ૪૯ દિવસના સંતાનો થાય ત્યાં માતા પિતા મૃત્યુ પામતાં. દરેક માટે આ ક્રમ હતો. તેઓનું મૃત્યુ પણ એકને બગાસુ અને બીજાને છીંક આવે ત્યાં થઈ જતું. મૃત્યુનું કષ્ટ તેઓને ભોગવવું ન પડતું. આવી રીતે યુગલિક કાળનું જીવન હતું. ત્રીજા આરાના છેડા સુધી ત્રીજા વિભાગમાં યુગલિયાઓની મર્યાદાઓ ધીમે ધીમે નાશ થવા લાગી, તૃષ્ણાઓ વધવા લાગી અને કલ્પવૃક્ષોની શક્તિઓ નાશ પામવા લાગી, તે સમયે વ્યવસ્થા કરવાવાળી કોઈ વ્યક્તિ વિશેષ વિશિષ્ટ વ્યક્તિ ઉત્પન્ન થાય છે તેને કુલકર એવા નામથી બોલાવવામાં આવે છે. પહેલા કુલકર ત્રીજા આરાના ૧/૮ પલ્ય જેટલો ભાગ બાકી રહે ત્યારે થાય છે. કુલકરોની સંખ્યાની બાબતમાં જુદા જુદા ગ્રંથોમાં મતભેદ રહે છે. (જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ બીજા વક્ષસ્કારમાં પંદર કુલકર છે,
43