________________
અનુવાદિકાની કલમે
- મુક્તલીલમ શિશુ સાધ્વી નિતાબાઈ મ.
વિશ્વના જે દાર્શનિકો, દષ્ટાઓ, ચિંતકોએ " આત્મસત્તા " ઉપર ચિંતન કરેલ છે અથવા આત્મ સાક્ષાત્કાર કરેલ છે તેઓએ પર હિતાર્થે આત્મવિકાસનાં સાધનો તથા પદ્ધતિઓ પર પણ પર્યાપ્ત ચિંતન મનન કરેલ છે. આત્મા તથા તત્ત્વ સંબંધિત તેનું ચિંતન–પ્રવચન આજ આગમ / પિટક / વેદ / ઉપનિષદ આદિ વિવિધ નામોથી વિશ્રુત છે.
જૈન દર્શનની ધારણા છે કે આત્માના વિકારો, રાગ, દ્વેષ આદિને સાધનાના દ્વારા દૂર કરી શકાય છે અને વિકાર જ્યારે પૂર્ણતઃ નિરસ્ત થઈ જાય છે ત્યારે આત્માની શક્તિરૂપે જ્ઞાન, સુખ, વીર્ય આદિ સંપૂર્ણ રૂપમાં ઉદ્ઘાટિત થઈ જાય છે. શક્તિઓનો સંપૂર્ણ વિકાસ જ સર્વજ્ઞતા છે અને સર્વજ્ઞ આપ્ત પુરુષની વાણી, વચન, કથન, પ્રરૂપણા, "આગમ" ના નામથી અભિહિત હોય છે. આગમ અર્થાત્ તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાન તથા આચાર વ્યવહારનો સમ્યક્ પરિબોધ દેનાર શાસ્ત્ર/સૂત્ર/આપ્તવચન.
સામાન્યતઃ સર્વજ્ઞનાં વચનો/વાણીનું સંકલન કરવામાં આવતું નથી. તે તો વિખરાયેલાં પુષ્પોની સમાન હોય છે, વિશિષ્ટ અતિશય સંપન્ન સર્વજ્ઞ પુરુષ જે ધર્મતીર્થનું પ્રવર્તન કરે છે, સંઘીય જીવન પદ્ધતિમાં ધર્મ સાધનાને સ્થાપિત કરે છે તે ધર્મ પ્રવર્તક અરિહંત અથવા તીર્થંકર કહેવાય છે. તીર્થંકર દેવની જનકલ્યાણકારિણી વાણીને તેઓના અતિશય સંપન્ન વિદ્વાન શિષ્ય, ગણધર સંકલિત કરીને " આગમ " અથવા શાસ્ત્રનું રૂપ આપી દે છે અર્થાત્ જિન વચનરૂપ સુમનો માળાના રૂપમાં ગુંથાઈ જાય છે ત્યારે તે "આગમ"નું રૂપ ધારણ કરે છે. તે આગમ અર્થાત્ જિન પ્રવચન એ જ આપણાં સહુના માટે આત્મ વિદ્યા અથવા મોક્ષ વિદ્યાનો મૂળ સ્રોત છે.
"આગમ" પ્રાચીનતમ સમયમાં "ગણિપિટક" કહેવાતું હતું. અરિહંતોના પ્રવચનરૂપ સમગ્ર શાસ્ત્ર દ્વાદશાંગમાં સમાહિત હોય છે. દ્વાદશાંગનાં આચારાંગ, સૂયગડાંગ આદિ અંગ, ઉપાંગ આદિ અનેક ભેદોપભેદ વિકસિત થયા છે. આ દ્વાદશાંગીનું અધ્યયન પ્રત્યેક મુમુક્ષુને માટે આવશ્યક અને ઉપાદેય માનેલ છે. દ્વાદશાંગીમાં પણ
33