________________
વિવેચનમાં કર્યુ છે.
નવમાં સમવાયમાં ચંદ્ર સાથે ઉત્તર દિશાથી યોગ કરનારા અભિજિત વગેરે નવ નક્ષત્રોનું કથન કર્યું છે. ચંદ્ર – સૂર્ય પ્રજ્ઞાપ્તિ સૂત્રમાં ને ગં સવા ચંદ્રસ્સ ઉત્તરેળ નોળતિ તેŌ વારસ... આ પ્રકારનો પાઠ છે. વિવેચનમાં તેનો સમન્વય કરતાં જણાવ્યું છે કે અભિજિતથી સ્વાતિ પર્યંતના બાર નક્ષત્રો ચંદ્ર સાથે ઉત્તર દિશાથી યોગ કરે છે પરંતુ નવમું સમવાય હોવાથી પ્રસ્તુતમાં સૂત્રકારે નવ નક્ષત્રોનું કથન કર્યુ છે.
આ રીતે દરેક સૂત્રને સમજાવવા માટે યથાશક્ય પ્રયત્ન કર્યો છે.
અનંત ઉપકારી પૂ. શ્રી તપસ્વી ગુરુદેવની અસીમ કૃપા, અપૂર્વ શ્રુત આરાધક ગુરુણીમૈયા પૂ. લીલમબાઇ મ., વિરલપ્રભા પૂ. વીરતિબાઇ મ.ના પાવન સાંનિધ્યમાં કરેલો શાસ્ત્ર સ્વાધ્યાય અમારા કાર્યનું પ્રેરક બળ બની ગયું છે. સફળતાના આ સોનેરી અવસરે ઉપકારીઓના ઉપકારનો હૃદયથી સ્વીકાર કરીને તેઓશ્રીના શ્રી ચરણોમાં ભાવવંદન કરીએ છીએ.
અંતે શ્રી સમવાયાંગસૂત્રનું સંપાદન આત્મસાધનામાં કાર્યશીલ પાંચ સમવાયમાંથી પુરુષાર્થ સમવાયને બલવત્તર બનાવે, અન્ય ચાર સમવાયની ખૂટતી કડી પૂર્ણ થાય અને સાધના પ્રગતિશીલ બને એ જ ભાવના પ્રગટ કરી વિરામ પામીએ છીએ.
આગમ સંપાદનમાં જિનાજ્ઞાથી ઓછી, અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય તો પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ ત્રિવિધે ત્રિવિધ ક્ષમાયાચના...
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદાૠણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન,
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ - વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત - લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
32
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.