________________
બારમું અંગ વિશાળ અને સમગ્ર શ્રુત જ્ઞાનનો ભંડાર છે, તેનું અધ્યયન ઘણી જ વિશિષ્ટ પ્રતિભા સંપન્ન શ્રુત સંપન્ન સાધક કરી શકે છે. માટે સામાન્યતઃ અગિયાર અંગનું અધ્યયન સાધકોએ કરવાનું રહ્યું તેથી તેના તરફ બધાની ગતિ, મતિ રહી છે.
જ્યારે લખવાની પરંપરા ન હતી, લખવાનાં સાધનોનો વિકાસ પણ ઓછો હતો ત્યારે આગમોને સ્મૃતિના આધાર પર અથવા ગુરુ પરંપરાથી કંઠસ્થ કરીને સુરક્ષિત રાખવામાં આવતાં હતાં. એટલા માટે જ આગમ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના નિર્વાણના એક હજાર વર્ષ સુધી આગમોનું જ્ઞાન સ્મૃતિ શ્રુતિ પરંપરા પર જ આધારિત રહ્યું. ત્યાર પછી સ્મૃતિ દૌર્બલ્યથી ભુલાઈ જવાના કારણે અને ગુરુ પરંપરાનો વિચ્છેદ આદિ અનેક કારણોથી ધીરે ધીરે આગમ જ્ઞાન લુપ્ત થવા લાગ્યું. મહાસરોવરનું પાણી સુકાતાં સુકાતાં ગોષ્પદ(ખાબોચિયું) માત્ર રહી ગયું. મુમુક્ષુ શ્રમણોને માટે જ્યાં આ ચિંતાનો વિષય હતો, ત્યાં ચિંતનની તત્પરતા તેમજ જાગરુકતાને પડકાર પણ હતો. તેઓ તત્પર થયા. શ્રુતજ્ઞાન નિધિના સંરક્ષણ હેતુથી મહાન ઋતપારગામી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે ત્યારે વિદ્વાન શ્રમણોનું એક સમેલન બોલાવ્યું અને સ્મૃતિ દોષથી ભુલાઈ રહેલાં આગમ જ્ઞાનને સુરક્ષિત રાખવાનું આહ્વાન કર્યું. સર્વસમ્મતિથી આગમોને લિપિબદ્ધ કરાયાં. જિનવાણીને પુસ્તકારૂઢ કરવાનું આ ઐતિહાસિક કાર્ય વસ્તુતઃ આજની સમગ્ર જ્ઞાન પિપાસુ પ્રજાને માટે એક અવર્ણનીય ઉપકાર સિદ્ધ થયો. સંસ્કૃતિ, દર્શન, ધર્મ તથા આત્મ વિજ્ઞાનની પ્રાચીનતમ જ્ઞાનધારાને પ્રવાહમાન રાખવાનો આ ઉપક્રમ વીરનિર્વાણના ૯૮૦થી ૯૯૩વર્ષ સુધીમાં પ્રાચીન નગરી વલભી(સૌરાષ્ટ્ર)માં આચાર્ય દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના નેતત્વમાં સંપન્ન થયો. જો કે આગમોની વાચના તેના પહેલાં પણ થઈ હતી પરંતુ લિપિબદ્ધ કરવાનો તેમનો આ પ્રથમ પ્રયાસ હતો. આજે પ્રાપ્ત જૈન સૂત્રોની મૌખિક પરંપરાનું અંતિમ સંસ્કરણ આ વાચનામાં સંપન્ન થયું હતું.
પુસ્તકારૂઢ થયા પછી આગમોનું સ્વરૂપ મૂળરૂપમાં તો સુરક્ષિત થઈ ગયું છે, પરંતુ કાલદોષ, શ્રમણ-સંઘોના આંતરિક મતભેદો, પ્રમાદ તેમજ ભારત ભૂમિ પર બહારના વિદેશીઓનાં આક્રમણોનાં કારણે વિપુલ જ્ઞાનભંડારોનો નાશ વગેરે અનેકાનેક કારણોથી આગમ જ્ઞાનની વિપુલ સંપત્તિ, અર્થબોધની સમ્યક ગુરુ પંરપરા ધીરે ધીરે ક્ષણ અને વિલુપ્ત–નાશ થવાથી, જળવાઈ નહીં. આગમોનાં અનેક મહત્વપૂર્ણ પદ, સંદર્ભ તથા તેના ગૂઢાર્થનું જ્ઞાન, છિન્ન-વિછિન્ન થતું ચાલ્યું ગયું. પરિપક્વ ભાષાજ્ઞાનના અભાવમાં જે આગમ હાથથી લખાતાં હતાં, તે પણ શુદ્ધ પાઠવાળાં ન હતા. તેના સમ્યક
34