________________
વિવિધ વિષય નિરૂપણ
૩૩૭ |
ઉત્તર – હે ગૌતમ! ચાતુ (કદાચિત) એક આકર્ષથી, ચાતુ બે આકર્ષોથી, ચાતુ ત્રણ આકર્ષોથી, ચાતુ ચાર આકર્ષોથી, ચાતુ પાંચ આકર્ષોથી, ચાતુ છ આકર્ષોથી, સ્યાત્ સાત આકર્ષોથી અને સ્યાત્ આઠ આકર્ષોથી જાતિનામ નિધત્તાયુષ્ક કર્મનો બંધ કરે છે, પરંતુ નવ આકર્ષોથી બંધ કરતા નથી.તે જ રીતે શેષ આયુષ્ક કર્મોનો બંધ જાણવો જોઈએ. અસુરકુમારોથી લઈને વૈમાનિક કલ્પ સુધી દરેક દંડકોમાં આયુબંધના આકર્ષને જાણવો જોઈએ.
વિવેચન :
સામાન્ય રીતે આકર્ષનો અર્થ છે કર્મ પુદ્ગલોને ગ્રહણ કરવા પરંતુ અહીં જીવના આગામી ભવના આયુષ્ય કર્મ યોગ્ય પુગલોને ગ્રહણ કરવાની મર્યાદાને આકર્ષકાળ કહ્યો છે. આ આકર્ષ–જીવના અધ્યવસાયોની તીવ્રતા અને મંદતા ઉપર નિર્ભર છે. તીવ્ર અધ્યવસાય હોય તો જીવ એક જ આકર્ષમાં આયુષ્યના દલિકોને ગ્રહણ કરી લે છે. અધ્યવસાય મંદ હોય તો બે આકર્ષમાં, મંદતર હોય તો ત્રણ આકર્ષમાં મંદતમ હોય અને ચાર, પાંચ, છ, સાત અથવા આઠ આકર્ષોથી આયુનો બંધ થાય છે. તેનાથી અધિક આકર્ષ કયારેય થતા નથી. સંઘયણ :३७ कइविहे णं भंते ! संघयणे पण्णत्ते ? गोयमा ! छव्विहे संघयणे पण्णत्ते, तं जहा- वइरोसभणारायसंघयणे रिसभणारायसंघयण णारायसंघयणे अद्धणारायसंघयणे कीलियासंघयणे छेवट्टसंघयणे। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્ સંહનનના કેટલા પ્રકાર છે?
ઉત્તર – હે ગૌતમ ! સંહનાના છ પ્રકાર છે, જેમ કે– (૧) વજઋષભનારાચ સંહનન(૨) ઋષભ નારાજ સંહનન (૩) નારાચ સંહનન (૪) અર્ધનારા સંહનન (૫) કીલિકા સંહનન (૬) સેવા સંહનન. ३८ णेरइया णं भंते ! किं संघयणी पण्णत्ता ? गोयमा ! छहं संघयणाणं असंघयणी । णेव अट्ठी णेव सिरा णेव हारु । जे पोग्गला अणिट्ठा अकंता अप्पिया अणाएज्जा असुभा अमणुण्णा अमणामा अमणाभिरामा, ते तेसिं असंघयणत्ताए परिणमंति । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! શું નારકીઓને સંહનન હોય છે?
ઉત્તર– હે ગૌતમ! નારકીઓને છ સંહનનોમાંથી એકપણ સહનન હોતું નથી, નારકી અસંહનની હોય છે. તેમના શરીરમાં હાડકાં, ધમનીઓ, શિરાઓ, નસ અને સ્નાયુ, હોતાં નથી. જે પુગલો અનિષ્ટ, અકાત્ત, અપ્રિય, અનાદેય, અશુભ, અમનોજ્ઞ, અમણામ અને અમનોભિરામ હોય, તે પુદ્ગલો