________________
[ ૩૩૪]
શ્રી સમવાયાંગ સૂત્ર
નારકીઓને અસંહનના રૂપમાં પરિણમે છે. ३९ असुरकुमारा णं भंते ! किं संघयणा पण्णत्ता ? गोयमा ! छण्हं संघयणाणं असंघयणी । णेवट्ठी व छिरा णेव ण्हारु । जे पोग्गला इट्ठा कंता पिया आएज्जा सुभा मणुण्णा मणामा मणाभिरामा, ते तेसिं असंघयणत्ताए परिणमंति। एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ :- પ્રશ્ન – હે ભગવન્! શું અસુરકુમારને સંવનન હોય છે?
ઉત્તર – હે ગૌતમ ! અસુરકુમાર દેવોને છ સંહનનોમાંથી એક પણ સહનન હોતું નથી, તે અસંહનની હોય છે. તેમનાં શરીરમાં હાડકાં હોતાં નથી, શિરાઓ–ધમનીઓ અને સ્નાયુઓ નથી. જે પુદ્ગલ ઈષ્ટ, કાન્ત, પ્રિય, આદેય, શુભ મનોજ્ઞ, મણામ, મનોભિરામ હોય, તે પુગલ અસુરકુમાર દેવોને અસંહના રૂપમાં પરિણમે છે.
તે જ રીતે નાગકુમારોથી લઈને યાવત્ સ્તનતકુમાર સુધી દેવાનું જાણવું જોઈએ અર્થાત્ તેને કોઈ સંવનન હોતું નથી. ४० पुढवीकाइया णं भंते ! किं संघयणी पण्णत्ता? गोयमा ! छेवट्टसंघयणी पण्णत्ता । एवं जाव संमुच्छिम-पंचिंदियतिरिक्खजोणिय त्ति । गब्भवक्कंतिया छव्विहसंघयणी । समुच्छिम मणुस्सा छेवट्टसंघयणी । गब्भवक्कंतिय मणुस्सा छव्विहसंघयणी। जहा असुरकुमारा तहा वाणमंतर-जोइसिय-वेमाणिया य। ભાવાર્થ – પ્રશ્ન - હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ કયા સંહનનવાળા હોય છે?
ઉત્તર – હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવો સેવાર્ત સંહનનવાળા હોય છે. તે રીતે અપ્રકાયિકથી લઈને મૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિ સુધી જાણી લેવું જોઈએ. તે જીવોને સેવાર્ત સંહના હોય છે. ગર્ભજ તિર્યંચને છ એ પ્રકારનાં સંતાન હોય છે. સંમૂર્છાિમ મનુષ્ય સેવાર્ત સંહનો હોય છે. ગર્ભજ મનુષ્યને છ એ પ્રકારના સંહનન હોય છે. જેવી રીતે અસુરકુમાર દેવ સંહનન રહિત હોય છે, તેવી રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો પણ સહનન રહિત હોય છે.
વિવેચન :
સંઘયણ - શરીરની અંદર હાડકાંઓનાં બંધન વિશેષને સહનન કહે છે. તેના છ ભેદ છે. વજનો અર્થ કાલિકા, ઋષભનો અર્થ પટ્ટો અને મર્કટ સ્થાનીય બન્ને પડખાંનાં હાડકાંને નારાચ કહે છે. જે શરીરનાં બન્ને પડખાંનાં હાડકાંઓ મર્કટ બંધથી બાંધેલાં હોય તેના ઉપર એક પટ્ટા જેવું હાડકું વીંટળાયેલું