________________
સર
શ્રી સમવાયાંગ સૂત્ર
વિવેચન :
– રત્નપ્રભા
ઉપપાત વિરહ :– સૂત્રમાં જે ઉપપાત દંડકને જાણવાની સૂચના છે, તે આ પ્રમાણે છે પૃથ્વીના નારકીઓનો ઉપપાત–વિરહકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત છે, શર્કરાપ્રભા પૃથ્વીના નારકીઓનો ઉત્કૃષ્ટ સાત–રાત દિવસ, વાલુકાપ્રભા પૃથ્વીના નારકીઓનો અર્ધમાસ (પંદર દિવસ)નો, શંકપ્રભા પૃથ્વીના નારકીઓનો ઉત્કૃષ્ટ એક માસનો, ધૂમપ્રભા પૃથ્વીના નારકીઓનો બે માસનો, તમઃપ્રભા પૃથ્વીના નારકીઓનો ઉત્કૃષ્ટ ચાર માસનો, મહાતમઃપ્રભા પૃથ્વીના નારકીઓનો ઉત્કૃષ્ટ ઉપપાત–વિરહકાળ છ માસનો છે.
ભવનપતિ દેવોનો વિરહકાળ ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્તનો છે. પૃથ્વીકાયિક આદિ પાંચે ય સ્થાવર એકેન્દ્રિય જીવોનો વિરહકાળ નથી, કારણ કે તે નિરંતર ઉત્પન્ન થયા કરે છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, સમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચોનો વિરહકાળ અંતર્મુહૂર્તનો,ગર્ભાપક્રાન્તિક તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોનો વિરહકાળ બાર મુહૂર્તનો, સમૂર્ચ્છિમ મનુષ્યોનો વિરહકાળ ચોવીસ મુહૂર્તનો છે. વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાન કલ્પના દેવોનો વિરહકાળ પણ ચોવીસ મુહૂર્તનો છે. સનત્કુમાર દેવોનો વિરહકાળ નવ દિવસ અને વીસ મુહૂર્તનો, માહેન્દ્ર દેવોનો બાર દિવસ અને દસ મુહૂર્તનો, બ્રહ્મલોક દેવોનો સાડાબાવીસ દિવસનો, લાન્તક દેવોનો વિરહકાળ પિસ્તાલીસ દિવસનો, મહાશુક્ર દેવોનો વિરહકાળ એંસી દિવસનો, સહસ્રાર દેવોનો વિરહકાળ એકસો દિવસનો, આણત–પ્રાણત દેવોનો વિરહકાળ સંખ્યાત માસનો, આરણ અને અચ્યુત કલ્પના દેવોનો વિરહકાળ સંખ્યાત વર્ષનો, અધસ્તન ત્રૈવેયક ત્રિકના દેવોનો વિરહકાળ સંખ્યાત સો વર્ષનો, મધ્યમ ગ્રેવેયક ત્રિકના દેવોનો વિરહકાળ સંખ્યાત હજાર વર્ષનો, ઉપરી ત્રૈવેયક ત્રિકના દેવોનો વિરહકાળ સંખ્યાત લાખ વર્ષનો, વિજયાદિ ચાર અનુત્તર વિમાનના દેવોનો વિરહકાળ અસંખ્યાત વર્ષનો, અને સર્વાસિદ્ધ દેવોનો વિરહકાળ પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
વિવક્ષિત નરક, સ્વર્ગ આદિથી નીકળીને અર્થાત્ તે પર્યાયને છોડીને અન્ય પર્યાયમાં જન્મ ધારણ કરવા ઉર્તના કહે છે. જે ગતિનો જેટલો ઉપપાત વિરહકાળ છે તેનો તેટલો જ ઉર્તના વિરહકાળ જાણવો જોઈએ.
આયુષ્યબંધના આકર્ષ :
३६ णेरइया णं भंते ! जातिणामणिहत्ताउगं कति आगरिसेहिं पगरंति ? નોયમા ! સિય જેળ, સિય લોહિં, સિય તહિં, સિય નહિં, સિય પંäિ, सिय छहिं, सिय सत्तर्हि, सिय अट्ठहिं [आगरिसेहिं पगरंति] णो चेव णं નહિં ।
एवं सेसाण वि आउगाणि जाव वेमाणिय त्ति ।
ભાવાર્થ :– પ્રશ્ન – હે ભગવન્ ! નારકીજીવ જાતિનામ નિધત્તાયુષ્ય કર્મના કેટલા આકર્ષોથી બંધ કરે છે ?