________________
વિવિધ વિષય નિરૂપણ
થાય છે?
ઉત્તર – હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો નારકીઓનો વિરહકાળ છે. આ પ્રમાણે તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિનો પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતરકાળ જાણવો જોઈએ. વિવેચન :
૩૩૧
જેટલા સમય સુધી વિવિક્ષિત ગતિમાં કોઈ પણ જીવનો જન્મ ન થાય, તો તેટલા સમયને વિરહ કે અંતરકાળ કહે છે. જો નરકમાં કોઈ જીવ ઉત્પન્ન ન હોય તો ઓછામાં ઓછા એક સમય સુધી ઉત્પન્ન થતા નથી, તે જઘન્ય વિરહકાળ છે. વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી નરકમાં કોઈ જીવ ઉત્પન્ન થતો નથી, આ ઉત્કૃષ્ટ કાળ છે. બાર મુહૂર્ત પછી કોઈ પણ જીવ નરકમાં ઉત્પન્ન થાય જ.આ પ્રમાણે તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિનો પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતરકાળ જાણવો જોઈએ.
ઉત્કૃષ્ટ અંતર અથવા વિરહકાળ બાર મુહૂત કહ્યો છે, તે સામાન્ય રૂપે ચારેય ગતિની અપેક્ષાએ કહ્યું છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર–પદ–૬ પ્રમાણે જાણવું.
३४ सिद्धगई णं भंते ! केवइयं कालं विरहिया सिज्झणयाए पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं छम्मासे । एवं सिद्धिवज्जा ૩૧૬ળાન
ભાવાર્થ :– પ્રશ્ન – હે ભગવાન ! સિદ્ધગતિ કેટલા કાળ સુધી વિરહિત રહે છે ? અર્થાત્ કેટલા સમય સુધી કોઈ જીવ સિદ્ધ થતા નથી ?
ઉત્તર – હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ માસ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓથી વિરહિત રહે છે અર્થાત્ સિદ્ધ ગતિનો વિરહકાળ છ માસ છે.
આ પ્રમાણે સિદ્ધગતિને છોડીને શેષ સર્વ જીવોના ઉર્તનો(મરવાનો) વિરહકાળ પણ જાણવો
જોઈએ.
३५ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? एवं उववायदंडओ भाणियव्वो उव्वट्टणादंडओ य ।
=
ભાવાર્થ :– પ્રશ્ન – હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકી કેટલા વિરહકાળ પછી ઉપપાતવાળા કહેલા છે ?
ઉત્તર – ઉપરના પ્રશ્નના ઉત્તરમાં અહીં પણ પ્રજ્ઞાપના સૂત્રોક્ત ઉપપાત દંડક અને ઉર્તના દંડકનો નિર્દેશ છે અર્થાત્ વિરહકાળનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું જોઈએ.