________________
[ ૩૨૮]
શ્રી સમવાયાંગ સૂત્ર
સુખ-દુઃખ વેદના બે પ્રકારની ઊદીરણા જનિત છે.
જે પોતાની વેદનાને જાણતાં સમજતાં નથી માત્ર વેદે જ છે, તે અનિદા વેદના છે અને જે પોતાની વેદના ને જાણે સમજે અને વેદે, તે નિદા વેદના છે. સંજ્ઞી જીવ આ બન્ને પ્રકારની વેદનાઓને ભોગવે છે, પરંતુ અસંજ્ઞી જીવ માત્ર અનિદા વેદનાને જ ભોગવે છે.
આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના પાંત્રીસમા વેદના પદનું અધ્યયન કરવું જોઈએ. લેશ્યા :
२८ कइ णं भंते ! लेसाओ पण्णत्ताओ? गोयमा ! छ लेसाओ पण्णत्ताओ, तं जहा- किण्हा णीला काऊ तेऊ पम्हा सुक्का । लेसापयं भाणियव्वं । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! લેશ્યાઓ કેટલી છે?
ઉત્તર – હે ગૌતમ! લેશ્યાના છ પ્રકાર છે, યથા – કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા, તેજો લેશ્યા, પદ્મ લેશ્યા, શુક્લ લેશ્યા. આ પ્રમાણે વેશ્યાપદ કહેવું જોઈએ અથોત્ પ્રજ્ઞાપનાના સત્તરમાં પદ પ્રમાણે વર્ણન જાણવું જોઈએ.
આહાર :
२९ अणंतरा य आहारे आहाराभोगणा इ य ।
पोग्गला व जाणति अज्झवसाणे य सम्मत्ते ।।१।।
ભાવાર્થ :- આહારના વિષયમાં અનંતર આહારી, આભોગ આહારી, અનાભોગ આહારી, આહાર પુગલોને ન જોવા કે ન દેખનારા અને જોનારા અને દેખનારા, આદિ ચતુર્ભગી, પ્રશસ્ત અધ્યવસાયવાળા અને અપ્રશસ્ત અધ્યવસાયવાળા તથા સમ્યકત્વ અને મિથ્યાત્વને પ્રાપ્ત જીવના સંબંધમાં જાણવું જોઈએ.
વિવેચન :
ઉપપાત ક્ષેત્રમાં ઉત્પન્ન થતાંની સાથે જ જીવ શરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે, તેને અનંતર આહાર કહે છે. દરેક જીવ ઉત્પન્ન થતાં જ પોતાના શરીરને યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે. બુદ્ધિપૂર્વક આહાર ગ્રહણ કરવો, તેને આભોગ નિવર્તિત અને અબુદ્ધિપૂર્વક આહાર ગ્રહણ થાય, તેને અનાભોગ નિવર્તિત આહાર કહે છે. નારકીઓ બન્ને પ્રકારનો આહાર ગ્રહણ કરે છે. એવી રીતે દરેક જીવોનું જાણવું જોઈએ. માત્ર એકેન્દ્રિય જીવ અનાભોગ નિવર્તિત આહાર કરે છે. નારકી જીવ જે પુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, તેઓ પોતાના અવધિજ્ઞાનથી જાણતા કે દેખતા નથી, એવી રીતે અસુરકુમારથી લઈને તેઈન્દ્રિય સુધીના જીવો પણ પોતે ગ્રહણ કરેલા આહાર પુગલોને જાણતા નથી, દેખતા નથી, ચૌરેન્દ્રિય