________________
વિવિધ વિષય નિરૂપણ છે.
| ૩૨૯ |
જીવ આંખ હોવાથી દેખે છે પણ જાણતા નથી. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જે અવધિજ્ઞાની છે, તેઓ આહાર યુગલોને જાણે છે, અને દેખે છે. શેષ જીવ પ્રક્ષેપ આહારને જાણે છે, દેખે છે, લોમ આહારને જાણતા નથી, દેખતા નથી. વ્યંતરદેવ અને જ્યોતિષ્ક દેવ પોતે ગ્રહણ કરેલા આહાર યુગલોને જાણતા નથી અને દેખતા નથી, વૈમાનિક દેવોમાં જે સમ્યગુદષ્ટિ છે તે પોતપોતાના વિશિષ્ટ જ્ઞાનથી આહાર મુગલોને જાણે છે અને દેખે છે, પરંતુ મિથ્યાદષ્ટિ વૈમાનિક દેવ જાણતા નથી, દેખતા નથી.
અધ્યવસાય દ્વારની અપેક્ષાએ નારકી આદિ જીવોના પ્રશસ્ત અને અપ્રશસ્ત અધ્યવસાય સ્થાન અસંખ્યાત છે.
સમ્યકત્વ-મિથ્થા દ્વારની અપેક્ષા એકેન્દ્રિયથી લઈને અસંશી પંચેન્દ્રિય સુધીના દરેક જીવો મિથ્યાન્વી જ હોય છે, બાકીના જીવોમાં કેટલાક સમ્યકજ્વી હોય છે, કેટલાક મિથ્યાત્વી હોય છે અને કેટલાક સમ્યકત્વ મિથ્યાત્વી હોય છે.
३० णेरइया णं भंते ! अणंतराहारा तओ णिव्वत्तणया तओ परियाइयणया तओ परिणामणया तओ परियारणया तओ पच्छा विकुव्वणया? हंता गोयमा! एवं आहारपदं भाणियव्वं ।
ભાવાર્થ :- પ્રશ્ન - હે ભગવન્! નારકી અનંતર આહારી છે? (ઉપપાત-ક્ષેત્રમાં ઉત્પન્ન થતાંની સાથે જ શું પોતાના શરીરને યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે?) ત્યાર પછી નિવર્તનતા (શરીરની રચના) કરે છે? ત્યાર પછી પર્યાદાનતા (અંગ પ્રત્યંગોને યોગ્ય પગલોને ગ્રહણ) કરે છે? ત્યાર પછી પરિણામનતા (ગ્રહણ કરેલા પુદ્ગલોના શબ્દાદિ વિષયના રૂપમાં ઉપભોગ) કરે છે? ત્યાર પછી પરિચારણા (પ્રવિચાર) કરે છે? અને ત્યાર પછી વિકર્વણા (વિવિધ પ્રકારની વિક્રિયા) કરે છે? શું તે સત્ય
ઉત્તર – હા, ગૌતમ ! આ કથન સત્ય છે. અહીં (પ્રજ્ઞાપના સૂત્રોકત) આહાર પદનું સંપૂર્ણ વર્ણન કહેવું જોઈએ. આયુષ્યબંધ :३१ कइविहे णं भंते ! आउगबंधे पण्णत्ते ?
गोयमा ! छव्विहे आउगबंधे पण्णत्ते, तं जहा-जाइणामणिहत्ताउए गतिणामणिहत्ताउए ठिइणामणिहत्ताउए पएसणामणिहत्ताउए अणुभागणामणिहत्ताउए ओगाहणाणामणिहत्ताउए ।
ભાવાર્થ :- પ્રશ્ન - હે ભગવન્! આયુકર્મ બંધના કેટલા પ્રકાર છે?