________________
વિવિધ વિષય નિરૂપણ
[ ૩૨૭ |
શીતોષ્ણ વેદનાનું વેદન કરે છે?
ઉત્તર – હે ગૌતમ ! નારકી શીત વેદના સહન કરે છે, આ પ્રમાણે સંપૂર્ણ વર્ણન(પ્રજ્ઞાપના સૂત્રના ૩૫ મા) વેદના પદ અનુસાર કહેવું જોઈએ. વિવેચન :
વેદનાના વિષયમાં શીત આદિ દ્વારા જાણવા યોગ્ય છે. મૂળગાથા માં ચર્ચ' શબ્દથી શીત વેદના વગેરેની પ્રતિપક્ષી વેદનાઓની સૂચના આપેલી છે. વેદના ત્રણ પ્રકારની છે– શીત વેદના, ઉષ્ણવેદના અને શીતોષ્ણ વેદના. પહેલી,બીજી, ત્રીજી નરકના નારકીઓને ઉષ્ણ વેદના, ચોથી, પાંચમી નરકમાં ઉષ્ણ અને શીત, બન્ને પ્રકારની વેદના અને છઠ્ઠી, સાતમી નરકમાં શીતવેદના હોય છે. શેષ ત્રણગતિના જીવો શીત વેદનાનો, ઉષ્ણવેદનાનો અને શીતોષ્ણ વેદના, ત્રણે પ્રકારની વેદનાનો અનુભવ કરે છે.
'દ્રવ્ય' દ્વારમાં દ્રવ્ય પદની સાથે ક્ષેત્ર, કાળ અને ભાવ પણ સૂચિત થાય છે અર્થાત્ વેદના ચાર પ્રકારની છે. દ્રવ્ય વેદના-જે પુગલ દ્રવ્યના સંબંધથી વેદન કરવામાં આવે છે, ક્ષેત્ર વેદના-જે નરક આદિ ઉપપાત ક્ષેત્રના સંબંધથી વેદન કરવામાં આવે છે, કાળવેદના-જે નારકી આદિના આયુકાળના સંબંધથી નિયતકાળ સુધી ભોગવવામાં આવે છે અને ભાવવંદના વેદનીય કર્મના ઉદયથી જે વેદના ભોગવાય છે. નારકીઓથી લઈને વૈમાનિક દેવો ૨૪ દંડકના જીવો ચારે પ્રકારની વેદનાઓનું વેદન કરે છે.
"શારીર' દ્વારની અપેક્ષાએ વેદના ત્રણ પ્રકારની છે, યથા- શારીરી, માનસી અને શારીર માનસી, કોઈ વેદના માત્ર શારીરિક હોય છે, કોઈ વેદના માત્ર માનસિક હોય છે અને કોઈ વેદના બંનેથી સંબધિત હોય છે. દરેક સંજ્ઞી પંચેન્દ્રિય ચારે ય ગતિઓના જીવો ત્રણે ય પ્રકારની વેદનાને ભોગવે છે, એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો કેવળ શારીરિક વેદનાને જ ભોગવે છે.
"શાતા દ્વારની અપેક્ષાએ વેદના ત્રણ પ્રકારની હોય – શાતા વેદના, અશાતા વેદના અને શાતા અશાતા વેદના. દરેક સંસારી જીવ ત્રણે ય પ્રકારની વેદનાઓને વેદે છે.
"દુઃખદ પદથી ત્રણ પ્રકારની વેદનાનું ગ્રહણ થાય છે સુખ વેદના, દુઃખ વેદના અને સુખ દુઃખ વેદના. ચારે ગતિઓના દરેક જીવ આ ત્રણે ય પ્રકારની વેદનાઓનો અનુભવ કરે છે.
પૂર્વ દ્વારમાં કહેલી શાતા, અશાતા વેદના અને આ કારમાં કહેલા સુખ દુઃખ વેદનામાં શું અંતર છે? શાતા, અશાતા વેદના તો શાતા–અશાતા, વેદનીય કર્મના સ્વાભાવિક ઉદયથી હોય છે, પરંતુ સુખ, દુઃખ વેદના તો વેદનીય કર્મની બીજા દ્વારા ઉદીરણા કરાવવા પર થાય છે, તેથી આ બંનેમાં વેદનીય કર્મના સ્વાભાવિક ઉદય અને ઉદ્દીરણા જનિત ઉદય હોવાના કારણે અંતર છે.
સ્વેચ્છાથી સ્વીકારવામાં આવતી લોચ વગેરે ક્રિયાઓથી થતી વેદના આભુપગમિકી વેદના છે. અનિચ્છાથી, બીજા દ્વારા કે સ્વતઃ પડી જવાથી જે વેદના થાય, તે ઔપક્રમિકી વેદના છે. મનુષ્ય તિર્યંચમાં બંને પ્રકારની અને નારકી અને દેવોમાં એક પ્રકારની (પક્રમિકી) વેદના હોય છે. આમ આ