________________
વિવિધ વિષય નિરૂપણ
(આહા૨ક શરીર ઋદ્ધિપ્રાપ્ત છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત સંયત મુનિને હોય છે. )
२१
आहारयसरीरे समचउरंससंठाणसंठिए ।
૩ર૩
આહારક શરીરનું સમચતુરસ્ર સંસ્થાન હોય છે. [આહારક શરીરનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું]
२२ आहारयसरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! जहणेणं देसूणा रयणी, उक्कोसेणं पडिपुण्णा रयणी ।
પ્રશ્ન : હે ભગવન્ ! આહારક શરીરની અવગાહના કહેલી છે ?
ઉત્તર ઃ હે ગૌતમ ! જઘન્ય અવગાહના કંઈક ન્યૂન એક હાથ અને ઉત્કૃષ્ટ અવગાહના પરિપૂર્ણ એક હાથ છે.
२३ तेआसरीरे णं भंते कतिविहे पण्णत्ते ?
નોયમા ! પંચવિષે પળત્તે, તેં બહા- નિવિય તેયસી, વિ--તિ--૨૩पंच०। एवं जाव अच्चुए कप्पे जहा पण्णवण्णाए ।
પ્રશ્ન : હે ભગવન્ ! તૈજસ્ શરીરના કેટલા પ્રકાર હોય છે ?
ઉત્તર : હે ગૌતમ ! તૈજસ શરીરના પાંચ પ્રકાર છે– એકેન્દ્રિય તૈજસ શરીર, બેઈન્દ્રિય તૈજસ શરીર, તેઈન્દ્રિય તૈજસ શરીર, ચૌરેન્દ્રિય તૈજસ શરીર અને પંચેન્દ્રિય તૈજસ શરીર. આ રીતે આરણ, અચ્યુત દેવલોક સુધી જાણવું જોઈએ.
વિવેચન :
આ સૂત્રમાં એકેન્દ્રિય આદિની અપેક્ષાએ તૈજસ શરીરના પાંચ ભેદ કરીને સૂત્ર સંક્ષિપ્ત કર્યું છે, તેનું શેષ વિશેષ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું.
શરીરની સ્વાભાવિક દશામાં અથવા સમુદ્દાત આદિ વિશિષ્ટ અવસ્થામાં જેટલી અવગાહના હોય છે, તેટલી જ તૈજસ શરીરની તથા કાર્મણ શરીરની અવગાહના જાણવી જોઈએ. કઈ કઈ ગતિના જીવની શારીરિક આવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલી હોય છે, તથા કયા કયા જીવ સમુદ્દાત દશામાં કેટલા વિસ્તારને ધારણ કરે છે, તે સર્વ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું.
२४ गेवेज्जस्स णं भंते ! देवस्स णं मारणंतियसमुग्धाएणं समोहयस्स समाणस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! सरीरप्पमाणमेत्ता