________________
શ્રી સમવાયાંગ સૂત્ર
પ્રશ્ન : હે ભગવન્ ! જો તે પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે, તો શું તે સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે કે મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ? સભ્યમિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ?
સર
ઉત્તરઃ હે ગૌતમ ! તે સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે. મિથ્યાદષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર નથી તેમજ સભ્યમિથ્યાદષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર નથી.
પ્રશ્ન : હે ભગવન ! જો તે સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું તે સંયત સભ્યષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે કે અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ? અથવા સંયતાસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ?
ઉત્તર : હે ગૌતમ ! તે સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે. અસંયત સમયગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર નથી. સંયતાસંયત સભ્યષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર નથી.
પ્રશ્ન : હે ભગવન્ ! જો તે સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું તે પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ? અથવા અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ?
ઉત્તર ઃ હે ગૌતમ ! તે પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે પરંતુ અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટ પર્યાપ્તક સંખ્યાત્ વર્ષાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર નથી.
પ્રશ્ન ઃ હે ભગવન્ ! જો તે પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું તે ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ? અથવા ઋદ્ધિ અપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ?
ઉત્તર ઃ હે ગૌતમ ! તે ઋદ્ધિ પ્રાપ્ત, પ્રમત્ત સંયત, સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે પરંતુ ઋદ્ધિ અપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર નથી.