________________
વિવિધ વિષય નિરૂપણ
जइ पमत्तसंजय०, किं इड्डिपत्त० अणिड्डिपत्त० ? ગોયમા ! ફગ્નિપત્ત૦, ગો અબિગ્નિપત્ત॰ I वयणा वि भाणियव्वा ।
૩૨૧
ભાવાર્થ :
પ્રશ્ન : હે ભગવન્ ! આહારક શરીરના કેટલાં પ્રકાર છે ?
ઉત્તર : હે ગૌતમ ! આહારક શરીર એક પ્રકારનું છે.
પ્રશ્ન : હે ભગવન્ ! જો આહારક શરીર એક જ પ્રકારનું હોય, તો શું તે મનુષ્ય આહારક શરીર છે કે અમનુષ્ય આહારક શરીર છે ?
ઉત્તર : હે ગૌતમ ! તે મનુષ્ય આહારક શરીર છે પરંતુ અમનુષ્ય આહારક શરીર નથી.
તે
પ્રશ્ન : હે ભગવન્ ! જો તે મનુષ્ય આહારક શરીર છે તો શું ગર્ભજ મનુષ્ય આહારક શરી૨ છે કે સમૂર્છિમ મનુષ્ય આહારક શરીર છે ?
ઉત્તર : હે ગૌતમ ! તે ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે પરંતુ સમૂર્ચ્છિમ મનુષ્ય આહારક શરીર નથી. પ્રશ્ન ઃ હે ભગવન્ ! જો તે ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક છે કે અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ?
ઉત્તર ઃ હે ગૌતમ ! તે કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે પરંતુ અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર નથી.
પ્રશ્ન ઃ હે ભગવન્ ! જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે કે અસંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ? ઉત્તર ઃ હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે પરંતુ અસંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર નથી.
પ્રશ્ન : હે ભગવન્ ! જો સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે કે અપર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે ?
ઉત્તર ઃ હે ગૌતમ ! તે પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે, પરંતુ અપર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર નથી.